ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ IAS અધિકારીને સસ્પેન્ડ કર્યા

668

ભ્રષ્ટાચાર કેસમાં જૂનાગઢ મનપાના તત્કાલિન કમિશનરને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતાકીય તપાસના પણ આદેશ કર્યા છે.

કમિશનર તરીકે આચરેલી ગેરરીતીઓ સંદર્ભે ફરજ મોકૂફ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદ કરવાનો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યો છે.

મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ પ્રત્યે સખ્તાઈ દાખવતાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જૂનાગઢ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશનર વી.જે રાજપૂતને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

કમિશનર વી.જે રાજપૂત ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ અધિકારી છે. તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશો કર્યા છે.

Previous articleવિજાપુરના તીર્થ પટેલે માઉન્ટ સ્પેગ્નેક-રી સર કર્યો
Next articleઅમદાવાદમાં પણ પ્રદુષણનો ઈન્ડેકસ ભયજનકઃ૩૦૦ને પાર