કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ નથી : વૉ

884

પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન સ્ટીવ વૉને વિશ્વાસ નથી કે, વિરાટ કોહલીના નેતૃત્વવાળી હાલની ટીમ ઇન્ડિયામાં કંઇ ખાસ છે, જેના વિરૂદ્ધ તેમને પોતાના સમયમાં રમ્યા હતાં. સ્ટીવ વૉએ અહિંયા રવિ શાસ્ત્રીના નેતૃત્વવાળી ભારતીય ટીમનો ઉલ્લેખ કર્યો. વૉનું નિવેદન શાસ્ત્રીથી સંબંધીત હતું, જેણે હાલમાં જ કહ્યું હતું કે, ૧૫ વર્ષમાં આ ટીમ ઇન્ડિયા સર્વશ્રેષ્ઠ છે.

વૉએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,’જુઓ મને લાગે છે કે, મેં મહાન ભારતીય ટીમો સાથે મેચ રમી છે. મને વિશ્વાસ નથી કે, જે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ અમે રમ્યા હતા, તેનાથી હાલની ટીમ સારી છે કે નહી. તેઓ સમજે છે કે, શાસ્ત્રી પોતાની ટીમનો જુસ્સો વધારવા માટે આવું નિવેદન આપે છે. પરંતુ તેમનું માનવું છે કે, આ પ્રકારના નિવેદનને ટાળી શકાય છે.’

પૂર્વ કાંદારૂ કપ્તાને કહ્યું,’મને વિશ્વાસ નથી પરંતુ લાગે છે કે, આવું નિવેદન આપવું જોઇએ નહી કારણ કે, આથી ટીમ પર દબાણ વધે છે. એક વાર તેઓ હારવાનું શરૂ કરે છે તો પછી ખુબ આલોચનાનો સામનો કરવો પડે છે. આ સારૂ છે કે, રવિ શાસ્ત્રીને પોતાની ટીમ પર વિશ્વાસ છે પરંતુ આ પ્રકારના નિવેદન તેમણે પોતાના સુધી સિમિત રાખવા જોઇએ.’

Previous articleફાસ્ટ બોલરોની ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા થશેઃઆશીષ નેહરા
Next articleસમી પર સંકટના વાદળોઃ ચેક બાઉન્સ મામલામાં થઇ શકે ધરપકડ