રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકને ગંભીર ઈજા

1024

ગાંધીનગરની લો કોલેજ, સેકટર – ૧૬ પાસે રોડ નં. પ ઉપર સવારના ૯.૦૦ કલાકે રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જયારે રીક્ષા ડ્રાઈવરને નજીવી ઈજાઓ થઈ હતી પરંતુ તેની રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કાચ સહિત રીક્ષાને નુકશાન થયું હતું.

પલટેલી રીક્ષામાંથી આજુબાજુના લોકોએ દોડી આવી પેસેન્જરને બહાર કાઢયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને ખસેડયા હતા. અને ઘાયલ યુવાનના ઘરે જાણ કરી હતી.

Previous articleદહેગામ માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે
Next articleશહેરમાં રોડની ગંભીર ફરિયાદો બાદ નગરસેવકે જાતે ઉભા રહી સુપરવિઝન કર્યુ