આજે મુખ્યમંત્રી દિલ્હીમાં વાયબ્રન્ટ અંગે રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકો યોજશે 

742

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ એટલે કે શુક્રવાર તા. ૧૬ નવેમ્બર-ર૦૧૮ એ નવી દિલ્હીની હોટલ તાજ પેલેસમાં સવારે ૯ થી ૧ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સંદર્ભે બેઠકો યોજશે.

આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વિક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે.

મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્‌સને પણ શુક્રવારે  સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ વિષયક પ્રસ્તુતિ કર્ટન રેઇઝર તહેત કરશે.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઊદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

Previous articleગાંધીનગરમાં બીજા ચરણની એકતા યાત્રાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રારંભ
Next articleગાંધીનગર સહિત ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી : શોભાયાત્રા