ગારિયાધારના ચોમલ ગામ પાસે શેત્રુંજીની મુખ્ય લાઈનમાં ભંગાણ

981

હાલના દિવસોમાં હજુ શિયાળાની શરૂઆત થઈ ત્યા તો લગભગ તમામ મોટા જળાશયો કે જે પીવાના પાણીનો સ્ત્રોત ગણી શકાય  તેની ક્ષમતાથી પણ ઘણા ઓછા ભરાયા છે. વળી ઉનાળામાં પાણીની કટોકટી ગંભીર થાય તેવી પણ વકી રહેલ છે. જયારે આજરોજ ચોમલ ગામ પાસે હાઈવે નજીક પસાર થતી શેત્રુંજી નદીના પાણીની લાઈન તરીકે ઓળખાતી લાઈનમાં ભંગાણ થતા પાણીના ફુવારાઓ કલાકો સુધી થતા જોવા મળેલ અને હજારો લીટર પાણી વહીં જતુ દેખાયું હતું. જો કે અગાઉ પણ થોડા મહિનાઓ પહેલા આ જ સ્થળે પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણી વેડફાયાનું ગ્રામજનો દ્વારા જાણવા મળેલ પરંતુ ત્તર જાણે કુભકર્ણ નિંદ્રામાં હોય તેમ આ પ્રશ્ને મજબુત રીપેરીંગ કાર્યવાહી ન કરતું હોય તેવો ભાસ થઈ રહેલ છે.

પાણીએ સુષંટી પરની મુખ્ય જરૂરીયાત બની રહી છે. વળી ભુતકાળમાં પણ પાણીના પ્રશ્ન ન ઉકેલી શકતી અનેક સરકારને પણ પ્રજા દ્વારા જાકારો આપેલના દાખલાઓ સાંભળવા મળે છે. જયારે હાલના દિવસોમાં સરકારના વાહવાહીવાળા કાર્યક્રમોમાં ચોકકસ હાજરી આપતુ તંત્ર આવા ગંભીર મુદ્દે કયારે કાર્યવાહી કરશે તેની રાહ પ્રજા જોઈ રહેલ છે. વળી આવા સામાન્ય સમારકામને ધ્યાને ન લઈને કેટલાય ગામડાઓની પ્રતિદીનની જરૂરીયાત જેટલું પાણી વેડફાતા હવે તંત્ર કામગીરી કરશે કે રાબેતા મુજબ દોષના ટોપલા એક બીજા વિભાગ પર રાખશે તે જોવું રહ્યું.

Previous articleબાબરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ
Next articleદિપડાના હુમલાથી મૃત્યુ પામનાર બલાણાના યુવાનના પરિવારને ૪ લાખનો ચેક અપાયો