દિપડાના હુમલાથી મૃત્યુ પામનાર બલાણાના યુવાનના પરિવારને ૪ લાખનો ચેક અપાયો

964

જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રબારી યુવાનને દીપડાએ કરેલ જીવલેણ હુમલામાં સારવાર અમદાવાદ સુધી કરાઈ અંતે મોતની સામે ટકકર પણ અંતે મોત થવાથી વન વિભાગ આરએફઓ રાજલબેન પાઠક દ્વારા મરનાર ભાયાભાઈના પરિવારને ૪ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

જારફાબાદ તાલુકાના બલાણા ગામે તા. ૪-૧૧ના દિવસે માલધારી રબારી યુવક ભાયાભાઈ આતુભાઈ ખટાણા (ઉ.વ.રપ) જે પોતાના માલ પશુ બકરા ચરાવતા હોય ત્યારે ખુંખાર દિપડો બકરા ઉપર ત્રાટકયો અને પોતાની આજીવીકા બકરાઓને બચાવવા દોટ મુકી તો દીપડાએ રબારી ભાયાભાઈ ઉપર જીવલેણ હુમલો કરતા તેને સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલે ખસેેડાયેલ પણ કોઈ ઉચ્ચ ડોકટરો હાજર ન હોવાથી જેમ તેમ ઉપર છલ્લી સારવાર જે દિપડાએ ગળાના ભાગે ઈજાઓ કરેલ તેની અંદરના ભાગે જે સારવાર કરાયા બાદ ઈજાઓના ઉપરથી ટાંકા લેવવા જોઈએ તેવી સારવાર અંદરના ભાગની ન થવાથી અને ઉપરથી જ ટાંકા લેવાયા થી અંદરના ભાગની ઈજાથી ભાયાભાઈને શ્વાસ લેવામાં તકલીફથી અમદાવાદ સારવારમાં લઈ જવાયા છતા અને મોતની સામે ખુબ જ જજુમ્યા છતા આખરે ભાયાભાઈનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું વન વિભાગના અધિકારી રાજલબેન પાઠક દ્વારા પ્રથમ ભાવનગર અને અમદાવાદ હોસ્પિટલ સુધીની સારવાર કરાવેલ અને ભાયાભાઈના પરિવારને અંતે રૂપિયા ૪ લાખનો ચેક અર્પણ કરવા ખુદ રાજલબેન પાઠક બલાણા ગામે મરનાર ભાયભાઈના પરિવારને ચેક અર્પણ કરવા પહોચી ગયા હતાં.

Previous articleગારિયાધારના ચોમલ ગામ પાસે શેત્રુંજીની મુખ્ય લાઈનમાં ભંગાણ
Next articleભરતનગર ખાતે મારૂતિ ગૃપ દ્વારા તુલસી વિવાહનું આયોજન