એકતા રથયાત્રાના બીજા તબક્કાનો ગારિયાધાર ખાતેથી થયેલો પ્રારંભ

943

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નગરપાલિકા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિર થી એકતા રથયાત્રા-૨૦૧૮ને સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા લીલી ઝંડી આપીને એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગારીયાધાર નગરપાલિકાના પરવડી, નાની વાવડી, લુવારા, મોટી વાવડી, ડમરાળા-સાતપડા ગામો ખાતે એકતા રથયાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને લોખંડી પુરૂષ સરદાર પટેલનો એકતાનો સંદેશ પહોચાડ્યો હતો.

મંત્રી વિભાવરીબેન દવે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર પટેલ જેવી મહાન વિભુતિએ સમગ્ર દેશમાં એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. એકતા રથયાત્રા કાર્યક્રમમાં લોખંડી પુરૂષ સરદાર પટેલની દ્રશ્ય શ્રાવ્યવાળી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, ગારીયાધાર નગરપાલિકા પ્રમુખ ગીતાબેન વાધેલા, ગારીયાધાર નગરપાલિકા ઉપપ્રમુખ વલ્લભભાઇ જાદવ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઇ કાત્રોડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ મકવાણા, ડી.આર.ડી.એ નિયામક પંડયા, પાલીતાણા પ્રાન્ત, મામલતદાર પાલીતાણા, ગારીયાધાર, તાલુકા વિકાસ અધિકારી ચુડાસમાં ગારીયાધાર, જિલ્લા એસ. ટી બોર્ડના સભ્ય મનીષભાઇ જોબનપુત્રા, અને મોટી સંખ્યમાં એકતા રથયાત્રાની સાથે બાઇક સવારો તથા મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ
Next articleબોરતળાવમાં ડુબી જતા બે વિદ્યાર્થીઓના મોત