બોરતળાવમાં ડુબી જતા બે વિદ્યાર્થીઓના મોત

1141

ભાવનગર શહેરના બોરતળાવમાં સેલ્ફી લેવા જતા પગ લપસી જતા ઉંડા પાણીમાં પડતા ક્ષત્રિય યુવાન ડુબ્યો હતો જેને બચાવવા પાણીમાં પડતા બીજો યુવાન પણ ડુબી જતા બન્નેના મોત થયા હતાં. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડતા જવાનોએ બન્નેની લાશનેબ હાર કાઢી પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ બનાવના પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજુ ફરિવળ્યું હતું.  શહેરના ઘોઘા રોડ, શિવાજી પાર્કમાં રહેતા અને સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતા ક્ષત્રિય યુવાન હરવિજયસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ.ર૦) તથા ગાયત્રીનગર સમપર્ણ સોસાયટીમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિશ્વરાજસિંહ કિશોરસિંહ ગોહિલ (ઉ.વ.ર૦) સવારે બોરતળાવ ખાતે ગયા હતા અને પોતાની પાસે રહેલા મોબાઈલમાં સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા ઉંડા પાણીમાં તરતા આવડતુ ન હોવાના કારણે બન્ને યુવાનોના ડુબી જતા મોત નિપજયા હતાં. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમતથી બન્ને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢયા હતાં. જયાં પોલીસે જરૂરી કાગળો તથા પંચનામું કરીને બન્નેની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આ બનાવની જાણ થતા ક્ષત્રિય સમાજના આગેવાનો બોરતળાવ તથા હોસ્પિટલ દોડી ગયા હતાં. અને પરિવારને શાંત્વના પાઠવી હતી. બનાવથી ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફેલાયું હતું. બન્ને યુવાનો મુળ ગુંદી ગામના હોય બન્નેની અંતિમવિધી ગુંદી ગામે કરવામાં આવી હતી. તેમની સ્મશાનયાત્રામાં ક્ષત્રિય સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

ઘરેથી ટયુશનમાં જવાનું કહીને નિકળ્યા હતાં

હરવિજયસિંહ સહદેવસિંહ ગોહિલ અને વિશ્વરાજસિંહ કિશોરસિંહ ગોહિલ બન્ને વિદ્યાર્થીઓ પોતાના ઘરે ટયુશનમાં જવાનું કહીને નિકળ્યા હતાં. અને બોરતળાવ પહોંચ્યા હતા જયાં સેલ્ફી લેવાની લ્હાયમાં બન્ને યુવાનોએ જીવ ગુમાવતા પરિવારજોન શોકમાં ગરકાવ થઈ જવા પામેલ. બોરતળાવથી બન્ને યુવાનોની કીટ, ચોપડા, મળી આવ્યા હતાં.

Previous articleએકતા રથયાત્રાના બીજા તબક્કાનો ગારિયાધાર ખાતેથી થયેલો પ્રારંભ
Next articleરેલ્વેના કલાસ-ર અધિકારીના મકાનમાંથી અઢી લાખની ચોરી