પંજાબ પોલીસે ખૂંખાર આતંકવાદી જાકિર મૂસાના પોસ્ટર લગાવ્યા

890

પંજાબ પોલીસે આતંકવાદી પ્રવૃતિઓ વધી રહી હોવાની આશંકા જતાં જ અમૃતસરમાં આતંકવાદી જાકીર મૂસાના પોસ્ટર લગાવી દીધાં છે. આ પોસ્ટર શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં મોટા મોટા અક્ષરે ’વોન્ટેડ જાકિર મૂસા’ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં આતંકી મૂસાની ૪ અલગ અલગ તસવીર છે. આતંકી જાકીર મૂસાના પોસ્ટર લગાવી પંજાબ પોલીસે જનતાને આતંકી પ્રવૃતિઓની જાણકારી આપતાં એલર્ટ રહેવાનું કહ્યું છે. પોસ્ટરમાં જણાવાયું છે કે આતંકી મૂસા જમ્મુ કાશ્મીરના અંસાર ગજવત ઉલ હિંદ નામના આતંકી સંગઠનનો પ્રમુખ લીડર છે. પંજાબ પોલીસે આતંકવાદી જાકીર મૂસાનું પોસ્ટર જાહેર કર્યું છે. ગુરદાસપુરના જીજીઁ સ્વર્ણદીપ સિંહનું કહેવું છે કે, “અમે અમૃતસરની આજુબાજુ આવી પ્રવૃતિઓની જાણકારી મળી છે. એટલે અમે જનતાને જાગરૂત કરવા માટે પોસ્ટર જાહેર કર્યાં છે. અમે લોકોને અનુરોધ કર્યો છે કે તેમની પાસે જો કોઈ જાણકારી છે તો અમને જરૂર જણાવે.

 

Previous articleભાજપ ગેમ ચેન્જર નહીં પણ નામ-નોટ અને ઈતિહાસ બદલનારો પક્ષ : મમતા બેનર્જી
Next articleCBI vs CBI : સુપ્રીમમાં સુનાવણી ફરી એકવખત ટળી