બોટાદ જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર હરેશ સોઢાતરનું રાજીનામું

898

બોટાદ જિલ્લા ભાજપ લીગલ સેલ કન્વીનર હરેશ સોઢાતર દ્વારા પક્ષમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અવગણના થતી હોવાના કારણે  રાજીનામું આપ્યું. આગામી દિવસોમાં અન્ય લોકો પણ રાજીનામાં આપે તેવા આપ્યા સંકેત. પક્ષ પાયાના કાર્યકરોની નોંધ લે નહીંતર આગામી દિવસોમાં આવનાર લોકસભા અસર પડશે. તો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બધાને સમાન રાખવામાં આવે છે તેમ જણાવ્યું.

બોટાદ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો સામે બોટાદ જિલ્લા ભાજપ લીગલ સેલ કન્વીનર અને બે વખત ગઢડા નગર પાલિકાના પ્રમુખ તરીકે સેવા આપેલ તો એક વખત તેમના પત્ની નગરપાલિકા ગઢડાના પ્રમુખ તરીકે સેવા આપેલ તેમજ ૧૯૯૦થી તેવો ભાજપ માં લાલકૃષ્ણ અડવાણી તેમજ અટલબિહારી બાજપાઈની વિચાર ધાર તેમજ તેમના નેતૃત્વમાં ભાજપમાં કામ કરવની  શરૂઆત કરેલ પણ આજે છેલ્લા દિવસોમાં તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી દ્વારા તેમની સાથે અવગણના કરવામાં આવતી હોય આજે ભાજપ રાષ્ટ્રીય અદયક્ષ અમિતશાહ  પ્રદેશ પ્રમુખ જીતુવાઘણી તેમજ પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામુ મોકલેલ છે. ત્યારે હરેશભાઇ સોઢાતર દ્વારા આપવામા આવેલ રાજીનામાં બાબતે પૂછતા તેમણે લીગલ સેલ કન્વીનર ન હોવાનું તેમજ પોતાનો સ્વાર્થ ન પૂર્ણ થતો હોય આવા આક્ષેપ કરે છે અને અમે કયારેય કોઈ સાથે અવગણના કરતા નથી સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે જ કામ કરીએ છીએ.  જયારે હરેશ સોઢાતર  દ્વારા આગામી દિવસોમાં લોક સભા પર તેની અસર પડશે તેવું નિવેદન આપ્યું હતું.

Previous articleરળિયાણા ગામે પિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત કથામાં જીતુ વાઘાણીની હાજરી
Next articleજાફરાબાદના પાટી માણસા ગામે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ