નાનાનો મહારાષ્ટ્ર મહિલા આયોગને જવાબઃ ’તનુશ્રીનાં આરોપ પાયાવિહોણા’

783

ઈંમીટુ અભિયાનને લઇને ગત દિવસોમાં ચર્ચામાં આવેલી બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનાં આરોપ લગાવ્યા હતા. તનુશ્રીનાં આરોપોને લઇને એક્શન લેતા મહારાષ્ટ્ર મહિલા આયોગે સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડિયામાં એક્ટર નાના પાટેકરને નોટિસ ફટકારી હતી. હવે આ નોટિસનો નાના પાટેકરે જવાબ આપ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નાના પાટેકરે પોતાના વકિલ દ્વારા નિવેદન આપતા તનુશ્રીનાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

ઈંમીટુ મામલે ફિલ્મ એક્ટર નાના પાટેકરે મહારાષ્ટ્ર મહિલા આયોગને ખુલાસો આપતા કહ્યું કે તનુશ્રી તેમની પર ખોટા આરોપ લગાવી રહી છે. નાનાની દલીલ છે કે ૨૦૦૮માં તનુશ્રી દત્તાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ત્યારે ફક્ત પોતાની ગાડીની તોડફોડની ફરિયાદ કરી હતી. તે દરમિયાન તનુશ્રી દત્તાએ છેડછાડનો આરોપ કેમ નહોતો લગાવ્યો? હવે ૧૦ વર્ષ પછી આ આરોપ કેમ લગાવવામાં આવી રહ્યો છે?

આ મામલે મહિલા આયોગે તનુશ્રીને પણ બોલાવી હતી, પરંતુ તે હાજર નહોતી રહી. ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે, “૧૦ વર્ષ પહેલા હૉર્ન ઑકે પ્લીઝ ફિલ્મનાં સેટ પર નાના પાટેકરે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જ્યારે મેં આ વિશે પ્રોડ્યુસર ડાયરેક્ટરને કહ્યું કે નાના પાટેકર મને પકડીને ખેંચી રહ્યો છે અને ડાન્સ શીખવી રહ્યો છે તો તેમણે મારી ફરિયાદ સાંભળવાનાં બદલે એક વધુ ડિમાન્ડ રાખી કે નાના હવે આ ગીતમાં મારી સાથે ઇન્ટીમેટ ડાંસ સ્ટેપ કરવા ઇચ્છે છે.

Previous articleઅદિતિ રાવ હૈદરીની કલાત્મક વાતચીત!
Next articleસલમાનની ’ભારત’ને ફરી ગ્રહણ લાગ્યું..!!