૧૯૭૧ના ભારત-પાક જંગના હીરો બ્રિગેડિયર ચાંદપુરીનું નિધન

700

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લોંગેવાલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ચાંદપુરીએ શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કેન્સરની સારવાર કરાવી રહ્યાં હતા. લોંગેવાલામાં બહાદુરી દેખાડવા બદલ ચાંદપુરીને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેપી દત્તાની ફિલ્મ બોર્ડર લોંગેવાલાની લડાઈ પર આધારિત હતી. જેમાં સની દેઉલે ચાંદપુરીનો રોલ ભજવ્યો હતો. ત્યારે તેઓ મેજર હતા.

લોંગેવાલામાં બ્રિગેડિયર ચાંદપુરીએ ૯૦ જવાનોની સાથે પાકિસ્તાનના ૨૦૦૦ સૈનિકો પર જીત મેળવી હતી. કુલદીપ સિંહનો જન્મ ૨૨ નવેમ્બર, ૧૯૪૦નાં રોજ અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. જે બાદ પરિવાર પૈતૃક ગામ ચાંદપુર રુડકી આવી ગયો હતો, જે પંજાબના બલચૌરમાં છે. ચાંદપુરી માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેઓએ ૧૯૬૨માં હોશિયારપુર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન દ્ગઝ્રઝ્રના સક્રિય સભ્ય પણ રહ્યાં.

Previous articleકિલોગ્રામ માપવાની રીત બદલાઇ, ફ્રાંસમાં કરાઇ સત્તાવાર જાહેરાત
Next articleરાજસ્થાન ચુંટણી : ટિકિટોને લઈ ભાજપ-કોંગ્રેસમાં હજુય ખેંચતાણ