નેહા ધૂપિયાએ દિકરીને જન્મ આપ્યો

1187

બોલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયાએ તજેતરમાં જ દિકરીને જન્મ આપ્યો છે. અંગદ અને નેહા ઉપરાંત તેમના ફેન્સ આ ખુશખબર સાંભળવા માટે ઉત્સાહિત હતા.

નેહાએ પ્રેગનેન્સીની પિરિયડને ખૂબ જ એન્જોય કર્યો છે. તે અવારનવાર બેબી બંપ સાથે ફોટોશૂટ કરાવતી નજરે પડી હતી. નેહા ભલે પ્રેગનેન્ટ હતી પરંતુ તે સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી.

નેહા ધુપિયા અને અંગદ બેદીએ જ્યારથી સીક્રેટ વેડિંગ કર્યા છે ત્યારથી આ કપલ ચર્ચાનું કારણ બની ગયું છે. નેહા ધુપિયા અને અંગદ બેદીએ મે મહિનામાં સિક્રેટ વેડિંગકર્યા હતા ત્યારે ચર્ચા હતી કે નેહા પ્રેગનન્ટ હોવાથી તાત્કાલિક લગ્ન કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આખરે આ મામલે ખુલાસો થઈ ગયો છે. નેહાના પતિ અંગદે એક ટૉકશૉમાં સ્વીકારી લીધું છે કે નેહા તેના લગ્ન પહેલાં પ્રેગનન્ટ થઈ ગઈ હતી.

નેહાના લગ્ન વખતે નેહાના પિતાએ આ ચર્ચાને અફવા ગણાવી હતી અને અંગદ તેમજ નેહાને આ વાત સ્વીકારતા સારો એવો સમય લાગ્યો છે. અંગદ બેદીએ નેહાના ટોક શો ‘નો ફિલ્ટર નેહા’માં આ હકીકત જણાવી છે.જોકે અંગદ પોતાની પત્ની નેહા ધૂપિયાના શો, નો ફિલ્ટર નેહામાં પહોંચ્યો અને પોતાની કેટલીક પર્સનલ વાતો શેર કરી જે હજુ સુધી તેણે નેહાને પણ જણાવી ન હતી.

Previous articleપ્રિયંકાનો ભાવી પતિ ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત છે…!!
Next articleજસપ્રીત બુમરાહ શાનદાર બોલર ઓસ્ટ્રેલિયા સચેત રહે : ડેમિયન ફ્લેમિંગ