અડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જ્યંતી ઉજવણી : મુખ્યમંત્રીની ઉપસ્થિતી

1151

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અડાલજમાં ત્રિમંદિર ખાતે યોજાઈ રહેલા દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જ્યંતી ઉત્સવ ગુજરાતની ધરતી પર આધ્યાત્મિક ચેતના અને દિવ્યતાના સંસ્કાર ઉજાગર કરનારો મહોત્સવ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી સંતો મનીષીઓના આશિષ અને જન સહયોગની શક્તિથી દેશની આધ્યાત્મિકતા દિવ્યતા વિકાશીલતામાં અગ્રેસર રહેશે.

વિજયભાઈએ સ્વ થી ઉપર ઉઠી સમષ્ટિનો વિચાર અને કામ લોભ મોહથી પર રહી મોક્ષ પ્રાપ્તિ તેમજ આત્મિક જ્ઞાન સાથે વિજ્ઞાન જોડીને સત્ય તરફ ગતિ કરવામાં આવા ધર્મ ઉત્સવો પ્રેરણારૂપ બને છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

આખરે તો માનવ માત્ર મોક્ષ ની સદગતિની પ્રાપ્તિ માટેનો કલ્યાણ માર્ગ જીવનમાં શોધતો હોય છે ત્યારે, દાદા ભગવાન જેવા અને દિપક ભાઈ જેવા જ્ઞાની સદગુરૂનો સત્સંગ અને વિચાર બોધ એ માટે પથદર્શક બની રહે છે.

વિજયભાઈ રૂપાણીએ આ મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા જોવા જેવી દુનિયા પ્રદર્શની તેમજ વિવિધ પ્રવૃતિઓ નિહાળી હતી. તેમણે દાદા ભગવાનના ચરણોમાં ભાવાંજલી અર્પણ કરી હતી તેમજ દિપકભાઈનું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં તેમજ ગરીબ વંચિત છેવાડાના અંત્યોદયના ઉત્થાનમાં આ સદશક્તિ રાજ્ય સરકારને પ્રેરણા આપતી રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓ તેમજ સેવકોએ દિપક ભાઈના સત્સંગનો અને મુખ્યમંત્રીના સંબોધનનો લાભ લીધો હતો.

Previous articleબ્રહ્માકુમારી દ્વારા ૩૯ મો વાર્ષિકોત્સવ
Next articleઅર્બુદા પરિવાર ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરાયુ