યૌન ઉત્પીડનની ફરિયાદમાં સુસ્મિતા સેનની તરફેણમાં નિર્ણય

1136

સોમવારે બોલિવૂડ સ્ટાર સુસ્મિતા સેનનો જન્મદિવસ હતો અને ઇન્કમ ટેક્સને લગતા વિવાદોનો ઉકેલ લાવનાર ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલે (આઇટીએટી) હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ સુસ્મિતા સેનને મોટી રાહત આપી છે. એક આદેશ પ્રમાણે હવે સુસ્મિતાને યૌન ઉત્પીડનની ફરિયાદ બદલ મળેલી સેટલમેન્ટની રકમ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. સુસ્મિતાએ કોકા કોલા કંપનીના એક કર્મચારી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં સેટલમેન્ટ તરીકે સુસ્મિતાને ૨૦૦૩-૦૪ દરમિયાન ૯૫ લાખ રૂ. મળ્યા હતા. સુસ્મિતાએ આ રકમ પર ટેક્સ ન ભર્યો જેના કારણે વિવાદ ઉભો થતા મામલો અપેલેટ ટ્રિબ્યુનલ પાસે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે આ મામલામાં સુસ્મિતાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આઇટીએટીએ પોતાના ૧૪ નવેમ્બરના આદેશમાં કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ કમાણી પર લાગે છે અને સુસ્મિતાને મળેલા પૈસા તેની કમાણી નહીં પણ કેપિટલ રિસિપ્ટ છે.  સુસ્મિતાનો આરોપ છે કે તેણે કંપનીના એક કર્મચારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને એટલે તેને આ સજા કરવામાં આવી હતી.

Previous articleરજનીકાંત અને એમી જેક્સનની ટેક્નો લવ સ્ટોરી
Next articleસલમાનની કોરિયોગ્રાફર પર લાગ્યો સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ