મારી એક્ટિંગ સારી ન હોત તો ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

1306

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી નહીં. તેના ખાતામાં ઘણી સારી ફિલ્મો છે. તેણે એવોર્ડ પણ મેળવ્યા છે.

અભિનેત્રી તરીકે તેનું કદ હજુ સુધી એટલું ઊંચું થઇ શક્યું નથી જેટલી તેની પાસે આશા હતી, જોકે તેના કારણે તેની ફિલ્મી કારકિર્દી પર કોઇ અસર થઇ નથી. તે આજે લગ્ન કરીને સેટ પણ થઇ ચૂકી છે અને બીજી તરફ તેણે અભિનયને અલવિદા પણ કહ્યું નથી.

એક્ટિંગમાં ૧૦ વર્ષ પસાર કર્યા બાદ પણ તે એક્ટિંગ કરતાં વધુ ફેશન સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહી. સોનમ કહે છે કે મારી એક્ટિંગમાં દમ હતો, મારામાં ટેલેન્ટ હતી ત્યારે જ મને ટોપ ડિરેક્ટરોએ એપ્રોચ કરી. જો મારી એક્ટિંગ સારી ન હોત તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો પણ ન હોત.

મારી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી. ક્રિટિક્સ અને દર્શકોને મારું કામ ગમ્યું અને રહી વાત ફેશન સ્ટેટમેન્ટની તો તે મારી ઓળખ છે. ફેશન કરવી મને ગમે છે. ફેશનમાં મારી સૂઝ પણ સારી છે અને મારી કરેલી ફેશનને લોકો પસંદ પણ કરે છે. હું યંગસ્ટરને ફેશન આઇકોન લાગું છું તે મારા માટે ગર્વની વાત છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરજનીકાંત અને એમી જેક્સનની ટેક્નો લવ સ્ટોરી