પાકિસ્તાનને ૪ રનથી હરાવી ન્યૂઝીલેન્ડની ટેસ્ટમાં રોમાંચક જીત

903

મુંબઈમાં જન્મેલા ૩૦ વર્ષના એજાઝ પટેલે પોતાના પર્દાપણ મેચમાં ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. અબુધાબીમાં રમાયેલી રોમાંચક પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની જીતેલી બાજીને પલટતા પ્રથમ ટેસ્ટને ચાર રને જીતી લીધો છે. એજાઝ પટેલ આ જીતનો હિરો રહ્યો અને તેણે બીજી ઈનિંગમાં પાંચ સહિત મેચમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાનની સામે જીતવા માટે ૧૩૯ રન હતા અને તેની ૧૦ વિકેટ બાકી હતી. પરંતુ આ યુવા સ્પિનરે મેચનું પાસું પલ્ટી દીધું અને પોતાની ટીમને મુશ્કેલ જણાતા મેચમાં જીત અપાવી દીધી હતી.

ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનની ઓપનિંગ જોડી ૩૭ રનથી આગળ રમવા ઉતરી. અહીં તેની તમામ વિકેટ બાકી હતી અને કુલ ૧૭૬ રનનો લક્ષ્ય હતો. ચોથા દિવસની રમતના પ્રથમ સત્રમાં પાકિસ્તાન ટીમને ત્રણ મોટા ઝટકા લાગ્યા હતા. પહેલા ઇમામ ઉલ હક, ત્યારબાદ હાફીઝ અને હારિસ સોહેલ આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનનો સ્કોર ૪૮ રન પર ૩ વિકેટ થઈ ગયો હતો. ત્યારબાદ અઝહર અલીની સાથે મળીને અસદ શફીકે ટીમનો સ્કોર ૧૩૦ રન સુધી પહોંચાડી દીધો હતો.

પરંતુ ત્યારબાદ ૧૩૦ના કુસ સ્કોપ પર નીલ વૈગનરે અસદ શફીકને આઉટ કરીને પાકને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બાબર આઝમ ૧૩ રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો.

Previous articleએ.આર. રહેમાને પુરૂષ હોકી વર્લ્ડ કપનું શાનદાર પ્રોમો ટિઝર લૉન્ચ કર્યું
Next articleસૌથી નાની ઉંમરમાં ફાઇનલ્સ જીતવાનો રેકોર્ડ જ્વેરેવનાં નામે