માણસામાં ઉભરાતી ગટરોથી નાગરિકોના આરોગ્યને જોખમ

641

માણસા શહેરના તખતપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને તેનો રેલો અડધા કિલોમીટરનું અંતર કાપી નાના ભૂલકાઓના અભ્યાસ કરવાની આંગણવાડી સુધી પહોંચી જતા બાળકો પર રોગચાળાનું જોખમ તોળાઇ રહ્યું છે. આ બાબતે તંત્રને જાણ કરાયા પછી સમારકામ કરવાનો પ્રયાસ કરાયો હોવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું નથી. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તાર આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બીજીબાજુ આ બાબતે અધિકારી ઓ દ્વારા ઉડાઉ જવાબો અપાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે અને પાલિકામાં જઇને ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે.

તખતપુરા વિસ્તારના વાસમાં છેલ્લા ચાર દિવસથી વારંવાર ઉભરાતી ગટરોની જેમ એક ગટર ઠાકોરવાસમાંથી ઉભરાઈને દરબારવાસ થઈ છેક આંગણવાડી સુધી તેનો રેલો પહોચ્યો છે. જેનાથી પરેશાન લોકો વતી ત્યાના એક સ્થાનિક રહેવાસી જે ડી ચૌહાણ દ્વારા આ બાબતે પાલિકામાં આ વિભાગ સંભાળતા નવીનભાઈને જાણ કરતા ત્રણ દિવસ અગાઉ તેઓએ આવી અને સમારકામ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેમના ગયાના ગણતરીના કલાકો બાદ જ ફરી આગળથી ગટર ઉભરાવા લાગી હતી. ત્રાહિમામ પોકારી ગયેલા આસપાસના રહીશોએ અરજદાર ને ફરીથી આ બાબતે જાણ કરતા તેઓએ પાલિકા તંત્રના અધિકારીને જાણ કરતા તેઓએ આજે કોઈ નહિ આવે અને આવું તો ચાલ્યા કરવાનું તેવા ઉડાઉ જવાબ આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Previous articleમાણસા સો મીલમાં લાગેલી આગમાં લાખોનું લાકડુ  ખાખ
Next articleએક તરફ પાણીની શોર્ટેજ બીજી તરફ મોટાપાયે વેડફાટ