એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટનઃ વાજપેયીનું સપનું હતું જે અમે પૂરૂ કર્યું- મોદી

730

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરે ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે. આ વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે એક્સપ્રેસ-વે માટે ખુબ-ખુબ અભિનંદન. આ પ્રોજેક્ટની સાથે જે પણ થયું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. પીએમ મદીએ કહ્યું કે કામ કરનાર લોકો પણ તે જ છે, પરંતુ જ્યારે ઇચ્છાશક્તિ હોય, સંકલ્પશક્તિ હોય, તો કોઇપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ કારણ છે કે જ્યાં વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં એક દિવસમાં માત્ર ૧૨ કિલોમીટર હાઇવે બનતો હતો, આજે લગભગ ૨૭ કિલોમીટર હાઇવે પ્રતિદિવસ નિર્માણ થઇ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે અટકાવનાર, લટકાવનાર અને ભટકાવનારની સંસ્કૃતિએ હરિયાણાનો વિકાસ રોક્યો હતો. જો તેને સમય પર પુરો કરવામાં આવ્યો હોત તો દિલ્હીમાં ટ્રાફિકનો આજે આ હાલ ન હોત. હરિયાણાના બલ્લભગઢ પણ હલે મેટ્રોના નક્શા પર આવી રહ્યું છે.

બલ્લભગઢનું મેટ્રો લિંકથી સમય અને પૈસા બચશે. પીએમ મોદીએ કહ્યું કે આ વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે દ્વારા પ્રદુષણથી લડવામાં મદદ મળશે. આનાથી પ્રદુષણ ઘટશે. આ કારણથી આ એક્સપ્રેસ વે અર્થવ્યવસ્થા, પર્યાવરણ, પર્યટન અને રહન-સહનમાં મદદ મળશે.

કુંડલીથી માનેસરનો આ ભાગ ૮૩.૩૨૦ કિલોમીટર લાંબો છે. ૪ આરઓબ, ૧૪ નાના મોટા પુલ મળીને, ૫૬ એગ્રીકલ્ચર વ્હીક્યુલર અંડરપાસ અને અન્ય અન્ડરપાસ, ૭ ઇન્ટરસેક્શન અને ૭ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે. આ ભાગ પર મીડિયનની પહોળાઈ ૮ મીટર રાખવામાં આવી છે. કેએમપી એક્સપ્રેસવે, જે પ્રથમ મુસાફરો માટે ખોલવામાં આવ્યો હતો, તેની લંબાઇ લગભગ ૫૨.૩૩૦ કિ.મી. છે, જેના પર ૩૨ એગ્રીકલ્ચરલ વ્હીક્યુલર અંડરપાસ અને અન્ય અન્ડરપાસ, ૩ ઇન્ટરસેક્શન અને ૪ ટોલ પ્લાઝ બનાવવામાં આવ્યા છે. માનેસરથી પલવલના આ ભાગ પર ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ ટોલ કલેક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસ-વેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લાઇટ વ્હીકલ પ્રતિ કલાક ૧૨૦ કિ.મી. અને ભારે વાહનો ૧૦૦ કલાક પ્રતિ કલાક કિલોમીટરની સ્પીડથી ચાલી શકે છે.

વડાપ્રધાને આ દરમિયાન એસ્કોટ્‌ર્સ મુઝેસર-બલલ્ભગઢ (રાજા નાહર સિંહ સ્ટેશન) મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ વાયલેટ લાઇનનો ૩.૨ કિમી ઊંચો ભાગ છે. બલ્લભગઢ મેટ્રોની વાયલેટ લાઇન સીધી જ કશ્મીરી ગેટ સાથે જોડાઇ છે. મોદીજીએ કહ્યું કે, અત્યારે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કરવાની તક મળી છે. તેનું પહેલું ચરણ ૨ વર્ષ પહેલા પુર થઇ ગયું હતું. બીજા ચરણ, જો કુંડલીથી માનેસર સુધી, ૮૩ કિલોમીટર લાંબું છે, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે હવે ૧૩૫ કિમીનો આ એક્સપ્રેસ-વે પુરો થયો.

Previous articleભાજપનો મોટો દાવઃ પાયલોટ સામે યૂનુસ ખાનને મેદાનમાં ઉતાર્યા
Next articleCBI બાદ હવે આંધ્રપ્રદેશમાં IT-EDને પણ રોકશે ચંદ્રબાબુ