સિક્સર ક્વીનઃ હરમનપ્રીતે માર્યો મહિલા વિશ્વ કપનો સૌથી લાંબો છગ્ગો

1134

વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલા મહિલા વિશ્વ કપ દરમ્યાન થોડા દિવસો પહેલા ભારતની મેચ ઓસ્ટ્રેલિયા સાથે હતી. ભારતીય ટીમ તરફથી ભલે તાબડતોબ ૮૩ રન બનાવીને સ્મૃતિ મંધાના પૂર્વ મેચમાં છવાઈ ગઈ. પરંતુ મેચ દરમ્યાન બીજી એક ઘટના પણ પ્રશંસાને પાત્ર રહીં, જેણે સમગ્ર ક્રિકેટ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રીત કર્યુ. મહિલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ કામ કર્યુ. હરમનપ્રીતે ૪૬ રનની આક્રમક ઈનિંગ દરમ્યાન ૨ છગ્ગા ફટકાર્યા હતાં. જેમાં એક છગ્ગો તો ટુર્નામેન્ટના સૌથી લાંબા છગ્ગામાં સામેલ થયો છે.

હરમનપ્રીતે વિશ્વ કપમાં અત્યાર સુધી ૧૨ છગ્ગા લગાવ્યા છે. સીરીઝની પ્રથમ મેચમાં જ ન્યૂઝીલેન્ડની સામે તેમણે તોફાની સદી ફટકારીને ભારતીય મહિલા ટીમનું અસ્તિત્વ બરકાર રાખ્યુ હતું.

Previous articleઅમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના ખેડૂતોની લોન ચૂકવશે!
Next articleબોક્સર  મેરીકોમે મહિલા વિશ્વ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી