ફેફસાનો દમ (અસ્થમાં) બાળકોને ઝડપથી થાય છે

1503

આધુનિકરણના અભિશાપ તરીકે ઓળખાતા આ વ્યાધિનું પ્રમાણ દિનપ્રતિદનિ વધતું જાય છે. દુનિયાભરમાં લગભગ ૧૪ થી ૧૬ કરોડ લોકો આ રોગનો ભોગ બન્યા છે. દર વર્ષે દમને કારણે આશરે બે લાખ લોકો દમ તોડે છે. માસુમ બાળકોમાં આ રોગનું પ્રમાણ વધુ હોય છે. જો કે કોઈ ઉંમર બાધ દમને નડતો નથી. દમનો ભારે હુમલો દર્દીને હેરાન પરેશાન કરી મુકે છે. દમથી કંટાળીને આપઘાત કર્યાના દાખલા પણ છે. આપણાં દેશમાં લગભગ ર કરોડ લોકો તેનાથી પીડાય છે. દીલહી, મુંબઈ, કલકત્તા જેવા પ્રદુષિત હવા ધરાવતા શહેરોમાં આ પ્રમાણ મોટું છે. બાળકોમાં તેનું પ્રમાણ ૧૦ ટકા જેટલું છે. મતલબ કે દર ૧૦ બાળકે એકને આ વ્યાધિ થઈ શકે છે. અને તેનું પ્રમાણ અને તિવ્રતા વધતી જાય છે.

મોડુેં નિદાન થવાથી બાળક વધુ પરેશાન થાય છે. કારણો :  પર્યાવરણના અનેક પદાર્થો દમની  શરૂઆત માટનું ચાલક બળ બને છે. ધૂમાડો, ધૂળ, રજકણો, અમુક જીવાતો (માઈટ) વગેરે. બાળકોમાં દીકરી કરતાં દિકરાને વધુ થાય છે. ચારદ, ઓશીકા, રજાઈ વગેરેમાં રહેલી ધૂળમાં ઓર્થોપોડ વર્ગના જંતુ આ રોગ માટે ખતરનાક છે. એલર્જી સાથે સીધો સંબંધ છે. આવા તત્વો સેંકડોની સંખ્યા છે.

ધુમ્રપાન કરનારા વડીલોના બાળકોને દમ થવાની શકયતા ઘણી છે. પેસીવ (પોરક્ષ સ્મોકિંગ તથા વારસાગત પરિબળ પણ અગત્યનું છે. ફાસ્ટફુડ સાથે સીધો સંબંધ છે. ચાઈનીઝ ફુડ, પ્રીઝવર્ડ ફુડ, ખોરાકમાં વપરાતા રંગો દમનો હુમલો કરી શકે. સ્થુળ શરીરવાળાને વધુ થાય છે. પરાગરજ, ફંગસ (ફુગ), પ્રાણીની રૂવાટીમાંના સુક્ષ્મ જાવાણું પણ જવાબદાર છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં આ રોગ વકરે છે. વાયરસનો ચેપ, રૂતુ પરિવર્તન વિ. પણ રોગને વકરાવે છે.

સારવાર : આ રોગ સંપૂર્ણપણે નથી મટતો. પરંતુ સારવારથી કાબુમાં રાખી શકાય. રોગને સંપુર્ણ મટાડી દેવાના પોકળ દાવાથી દરવાઈને ઘણા દર્દી મોટું આર્થિક અને શારીરિક (દવાની આડઅસર) નુકશાન ભોગવે છે. કેન્સર અને હૃદયરોગ વિરોધી દવાઓની માફક દમની દવા મોટે પાયે આ ઉદ્યોગનો તગડો નફો કરાવી આપે છે. માત્ર અમેરિકમાં દમ વિરોધી દવાઓનો ખર્ચ રૂા. ૯૦ અબજ( ૯૦૦૦ કરોડ) જેટલો છે. વિશ્વભરમાં આ અંકડો તેનાથી ૪ ગણો છે.  ખાસ સુચના : અસ્થમાં (દમ)ની દવા તબીબની સુચના મુજબ સુચવેલ માત્રામાં જ લેવી. ઓછી દવા અસર ન કરે વધુ દવા નુકશાન કરે. સ્ટીરોઈડઝની દવામાં તો ખાસ ખાસ સાવચેત રહેવું. ઘણી ઘણી જાતની દવાઓ, ઈંજેકશનો, સીરપ, પંપ વી. ઉપલબ્ધ છે. પણ તે તબીબની સલાહ મુજબ જ લેવાં. છતાં દમ વિષે સામાન્ય જાણકારી, તેનો હુમલો અટકાવવાના ઉપાયો વગેરે જરૂર જાણવા. નવા નવા ઔષધો શોધાયા કરે છે. જે ભવિષ્યમાં આ રોગવાળાઓ માટે સારા સમાચાર છે. રોગના હુમલા માટે જવાબદાર તત્વો (એલર્જન) વિરોધી સારવાર પણ નિષ્ણાંતો આપે છે. જે નિયમિત લેવાથી ફાયદો થાય છે.  હોમીયોપેથી, એકયુપ્રેશર, એકયુપંકચર, આયુર્વેદી જેવી ૧૦ થી ૧પ શાખાઓ પણ આ રોગ વિરોધી સારવાર કરે છે. જે બાબતે વધુ માહિતી તેના નિષ્ણાંતો આપી શકે છે. માછલી ગળવાથી માંડી ટાઢા(ડામ) દેવા સાથેના ટુચકા પણ ઘણાં કરે છે. પરંતુ તેબ ાબતોને વૈજ્ઞાનિક આધાર નથી. અંતમાં રોગ બાબત સામાન્ય જાણકારી મેળવી લેવી અને અવાર-નવાર નિષ્ણાંતના સંપર્કમાં રહી રોગ સાથે જીવવાની કળા શીખી લેવી જરૂરી છે.

શ્વસનતંત્રના રોગો વિષે થોડામાં ઘણું

અત્રે ખુબ જ ટુંકાણમાં શ્વસનતંત્રના અમુક રોગો વિષે લખાયું છે. ટુંકમાં મોટા ભાગના રોગો હવા દ્વારા ફેલાતા ચેપી રોગો છે. (૧) ધુમ્રપાન (ર) વાયુ પ્રદુષણ (૩) રોગ પ્રતિકારક શક્તિનો અભાવ (૪) અપુરતી સારવાર (પ) ગીચ વસ્તી (૬) અંધારાવાળા આવાસો (૭) કેટલાંક રોગોમાં રોગ વિરોધી રસી ન લેવાની વૃત્તી (દા.ત. ક્ષય, ડીપ્થેરીયા, ઉંટાટીયુ) વગેરે પરિબળો આ રોગોને ઉત્પન્ન કરે છે. અથવા વેગ આપે છે. ઉપરાંત દમ જેવા રોગમાં કેટલેક અંશે આનુવંશિકતા (વારસાગત) તથા એલર્જી જેવા પરિબળો ભાગ ભજવે છે.

નિદાનની આધુનિક સગવડો, આધુનિક દવાઓ, વધતી જતી લોકજાગૃતિ વગેરે આ રોગોને ઘટાડવા પ્રયત્નશીલ છે. તો બીજી બાજુ ધુમ્રપાન અને ગરીબ દર્દીઓ (જેઓ આ રોગના જીવાણુંના વાહક બને છે.) દ્વારા ફેલાતો ચેપ વગેરે આ રોગોની સતત વૃધ્ધિ કર્યા કરે છે.

માટે આ રોગોની નાબુદી માટે વ્યક્તિગત, કૌટુંબિક, સામાજીક અને રાષ્ટ્રીસ્તરના સહિયારા, ઘનિષ્ઠ અને વણથંભ્યા પ્રયાસોની જરૂર છે.

ધુમ્રપાન કરનારાઓથી દુર રહો

તાજેતરમાં એક ચોંકાવનારૂ સંશોધન થયું છે. જે મુજબ વાતાવરણ સંરક્ષણ સંસ્થાએ પ્રસ્થાપિત કર્યું છે કે ધુમ્રપાન કરનારી વ્યકિત નજીકમાં રહેલ બાળકોમાં ફેફસાના તથા શ્વસનતંત્રના અન્ય રોગો થવાની શક્યતા ખુબ જ વધી જાય છે. આવી ભોગ બનનનાર વ્યકિતને પેસીવ સ્મોકર્સ કહે છે. જે પોતે ધુમ્રપાન ન કરતી હોવા છતાં આજુબાજુની ધુમ્રપાનવાળી પ્રદુષિત  હવાને કારણે તેઓમાં આ જાતના ભયંકર રોગો થઈ શકે છે. આમ ધુમ્રપાન કરનારાઓ પોતે તો રોગને આમંત્રેજ છે. સાથો સાથ તેમના જ બાળકોને શ્વસનતંત્રના રોગોની ભેટ આપે છે. અમેરિકાનો ઈપીએ રીપોર્ટ જાહેર કરે છે કે આવા પેસીવ સ્મોકર્સ, નિર્દોષ બાળકોમાં જેના દમમાં વૃધ્ધિ થઈ હોય તેઓની સંખ્યા બેથી દસ લાખની છે. અને તેઓમાં ન્યુમોનીયા, બ્રોન્કાઈટીસ (શ્વાસન લીકાનો સોજો), કાનના અંદરના ભાગનો સોજો પણ જોવા મળ્યો છે. ફેફસાને નુકશાન કરનારા પરિબળોના ધુમ્રપાન સૌથ્‌ અગત્યનું છે. અને તેમાય દમના દર્દીઓને માટે તો ખુબ જ નુકશાનકર્તા છે. આ વિધાન જોન સ્ટીવેન્સનું છે. જેઓ બાળફેફસા રોગના નિષ્ણાંત (પીડીયાટ્રીક પલ્મોનોલોજીસ્ટ) છે. તેઓ બાળકોના ફેફસાના રોગોની જ સારવાર કરે છે. તેઓ વધુમાં કહે છે કે જે બાળકો દમના તીવ્ર હુમલાથી પીડાય છે. તે માટેનો દોષ તેમના વાલીઓનો છે. જાહેર સ્થળો કે જયાં ધુમ્રપાન થતું હોય છે તેવા વાતાવરણમાં રહેનારાઓ માટે પણ આ ભય તોળાઈ રહેલો હોય છે.

Previous articleબજારમાં સીતાફળની ધૂમ આવક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે