ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજથી આરંભ

1055
gandhi20112017-4.jpg

ગાંધીનગર જિલ્લાની દહેગામ, ગાંધીનગર(દ), ગાંધીનગર(ઉ), માણસા અને કલોલ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રોના ભરવાનો આરંભ તા. ૨૦મી નવેમ્બર, ૨૦૧૭ના રોજથી થશે.
ચૂંટણી અધિકારી, ૩૪- દહેગામ વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર, ઠે. મામલતદાર કચેરી, દહેગામ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૩૪- દહેગામ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, દહેગામ, ઠે- મામલતદાર કચેરી, દહેગામ સમક્ષ તા. ૨૦/૧૧/૨૦૧૭ થી તા. ૨૭/૧૧/૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૮/૧૧/૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૩૪- દહેગામ વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર ઠે. મામલતદાર કચેરી, દહેગામ ખાતે હાથ ધરવામાં આવશે. તા. ૩૦/૧૧/૨૦૧૭ ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
ચૂંટણી અધિકારી, ૩૫-ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૩૫- ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી, ગાંધીનગર, ઠે. નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટીની કચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર સમક્ષ તા. ૨૦/૧૧/૨૦૧૭ થી તા. ૨૭/૧૧/૨૦૧૭ સુધી ( જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૮/૧૧/૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૩૫- ગાંધીનગર(દ) વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી, ગાંધીનગર ઠે. બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવશે. તા. ૩૦/૧૧/૨૦૧૭ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
ચૂંટણી અધિકારી, ૩૬- ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગાંધીનગર, બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૩૬- ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, ગાંધીનગર, મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર સમક્ષ તા. ૨૦/૧૧/૨૦૧૭ થી તા. ૨૭/૧૧/૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે.  ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૮/૧૧/૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૩૬- ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગાંધીનગર, બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતેથી હાથ ધરવામાં આવશે. તા. ૩૦/૧૧/૨૦૧૭ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
ચુંટણી અધિકારી, ૩૭- માણસા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, નાયબ કલેકટર જમીન સુધારણાની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર માણસા, મામલતદાર કચેરી, ચાર વડ પાસે, માણસા સમક્ષ તા. ૨૦/૧૧/૨૦૧૭ થી તા. ૨૭/૧૧/૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. 
ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૮/૧૧/૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર, જમીન સુધારણાની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતેથી હાથ ધરવામાં આવશે. તા. ૩૦/૧૧/૨૦૧૭ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
ચૂંટણી અધિકારી, ૩૮- કલોલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, કલોલ, પ્રાંત કચેરી, કલોલ, સરદાર બાગ પાસે, કલોલ, તા. કલોલ, જી. ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૮- કલોલ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, કલોલ, મામલતદાર કચેરી, સરદાર બાગ પાસે, કલોલ, તા. કલોલ, જી. ગાંધીનગર સમક્ષ તા. ૨૦/૧૧/૨૦૧૭ થી તા. ૨૭/૧૧/૨૦૧૭ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૮/૧૧/૨૦૧૭ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૩૮ કલોલ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, કલોલ, પ્રાંત કચેરીકલોલ, સરદાર બાગપાસે, કલોલ, તા. કલોલ, જી. ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવશે. તા. ૩૦/૧૧/૨૦૧૭ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. 
ગાંધીનગર જિલ્લાની ૩૪- દહેગામ, ૩૫-ગાંધીનગર(દ), ૩૬- ગાંધીનગર(ઉ), ૩૭- માણસા અને ૩૮- કલોલ વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૧૪/૧૨/૨૦૧૭ના રોજ સવારના ૮.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન મતદાન યોજાશે, તેવું પાંચ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

Previous articleટીકીટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષ : ડેમેજ કંટ્રોલમાં નેતાઓ
Next articleરાજુલા-જાફરાબાદ બેઠક માટે ૯૭ ફોર્મનો ઉપાડ : હીરાભાઈ કાલે ઉમેદવારી કરશે