હિંમતનગર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ અંગે વર્કશોપ યોજાયોૃ

852

હિંમતનગર ખાતે  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ માટે કોમન સર્વિસ સેન્ટરના વી.એલ.ઇ. ને તાલીમ સંદર્ભે વર્કશોપ જિલ્લા આરોગ્ય અધિકારી  ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.

આ તાલીમમાં સાબરકાંઠા કોમન સર્વિસ સેન્ટર ના ડિસ્ટ્રિક્ટ મેનેજર સાવન નાયી દ્વારા અને ડૉ. રમા ભગત આર.એસ.બી.વાય. ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર  દ્વારા પ્રોજેકટ ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, જેમાં જણાવેલ કે ફેમિલી ના તમામ આયુષ્યમાન કાર્ડ ધારક ને વાર્ષિક ફિમિલી દીઠ રૂપિયા ૫ લાખ સુધીની મેડિકલ સહાય આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ નજીક ના કોમન સર્વિસ સેન્ટર ઉપર જઇ ઓળખ અને રહેઠાણ ના પુરાવા પુરા પાડી કાર્ડ એક્ટિવ કરાવી શકે છે તેમજ કોમન સેન્ટર થી પ્રિન્ટ કરેલ કાર્ડનો પ્રતિકાર્ડ ૩૦ રૂપિયા ચાર્જ સેન્ટર ને ચૂકવવાનો રહેશે. આ તાલીમ માં સાબરકાંઠા જિલ્લાના જુદા જુદા ગામડાઓ માંથી તેમજ શહેરી વિસ્તાર ના વી.એલ.ઇ. હાજર રહ્યા હતા. આ યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થી આનો લાભ લે તે માટે સી.એસ.સી. દ્વારા વધુમાં વધુ સેન્ટર એક્ટિવ કરવામાં આવી રહ્યા છે. જેથી લાભાર્થીઓને તેમના જ ગામ માં આ સુવિધાનો લાભ મળી શકે. આ વર્કશોપ માં ડિસ્ટ્રિક્ટ મેનજર રાહુલ નાયી, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર ઉપેન્દ્રસિંહ ડાભી અને આરોગ્ય વિભાગ ના ટિમ મેમ્બર હાજર રહેલ. નજીકના કોમન સર્વિસ સેન્ટર ની માહિતી ગુગલ પ્લે સ્ટોર ઉપર જન ધન દર્શક એપ થી મેળવી શકશે.

Previous articleદબંગ દિલ્હીએ ગુજરાત ફોર્ચ્યુનને ૨૯-૨૬થી હરાવ્યું
Next articleહિંમતનગરમાં નીકળેલું ઈદ મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ