મોડાસામાં ૩૦ કીલો મગફળીની ભરતી છતાં ૩૫ કીલોનું સ્ટીકર લગાવાયું

1048

ચાલુ વર્ષે ટેકાના ભાવો મગફળી ખરીદવાની પ્રક્રિયામાં શરૃઆતથી જ વાદ-વિવાદ સર્જાઈ રહયા છે.મોડે મોડે શરૃ કરાયેલી મગફળી ખરીદીના પ્રથમ દિવસે જ બારદાનના અંભાવે સર્જાયેલ કકળાટ હલકી ગુણવત્તાવાળા બારદાન સામે મોડાસાના ખરીદ કેન્દ્રોમાં રોષ વ્યાપ્યો હતો. જયારે ૩૦ કીલો મગફળીની ભરતી છતાં બારદાનમાં ૩૫ કીલોનું સ્ટીકર લગાવતાં ગેરરિતી આચરાતી હોવાના આક્ષેપો થયા છે.

ગુજરાત રાજયની એજન્સી નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી રૃ.૧૦૦૦ ના ટેકાના ભાવે મગફળી ખરીદી શરૃ કરાઈ છે. ૧લી નવેમ્બર થી શરૃ કરાયેલ મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતો ના રજીસ્ટ્રેશન બાદ ૧૫મી નવેમ્બરથી જિલ્લાના જુદા જુદા છ ખરીદ કેન્દ્રો ઉપરથી આ મગફળી ની ખરીદીનો પ્રારંભ કરાયો હતો.

મોડાસાના નવીન સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે શરૃ કરાયેલ મગફળી ખરીદ કેન્દ્રમાં મંગળવારના રોજ કેન્દ્રના કર્મી. ઓ દ્વારા હલકી ગુણવત્તાવાળા બારદાનમાં ૩૦ કીલો મગફળી ભરી બારદાન ઉપર ૩૫ કીલોનું સ્ટીકર મરાતાં હોબાળો મચ્યો હતો.

ઓછી ભરાઈ છતાં બારદના ઉપર વધુ વજનના સ્ટીકર લગાવાતાં એક તરફ મગફળી લીધા બાદ કૌભાંડ આચરવામાં આવાતું હોવાનો આક્ષેપ કરાયો હતો.

જયારે આ ખરીદ કેન્દ્ર ઉપર હલકી ગુણવત્તા વાળા બારદાનના ઉપયોગ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.જયારે આ બારદાન ઉપર જરૃરી સીક્કો જ ન હોઈ પ્રશ્નો સર્જાયા હતા.

મોડાસાના ખરીદ કેન્દ્ર ઉપર મગફળીની ૩૦ કીલોની ભરતી સામે ૩૫ કીલો ના સ્ટીકર લગાડવામાં આવતાં હોવાના આક્ષેપ સામે આસીસ્ટન્ટ ગોડાઉન મેનેજર હિતેશ મોડીયાએ જણાવ્યું હતું કે ૩૦ કીલો ભરતીનો હુકમ સોમવારથી કરાતાં આજથી કેન્દ્ર ઉપર બારદાનમાં ૩૦ કીલો મગફળી ભરાય છે.પરંતુ ૩૫ કીલોના સ્ટીકર અગાઉથી છપાવી દીધેલા હોઈ અને હાલ હાથ ઉપર ૩૦ કીલો છપાઈના સ્ટીકર ન હોઈ આ પ્રશ્ન સર્જાયો છે.જયારે બારદાન જુના હોઈ કેટલાક પ્રશ્નો સર્જાયા હતા.

Previous articleસ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ હવે બનશે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’
Next articleગુજરાતને અડીને આવેલા નંદુરબાર જિલ્લામાં કમોસમી વરસાદ, શિયાળામાં ચોમાસા જેવો માહોલૃ