વલભીપુરમાં ઈદેમિલાદની ઉજવણી

932

આજ રોજ સમસ્ત મુસ્લિમ કસ્બા જમાત વલ્લભીપુર દ્વારા ઇદ-એ-મિલાદુન્નબીના મોકા પર શાનદાર ઝુલુસ કાઢવામાં આવ્યું આ ઝુલુસને વલ્લભીપુરના મેયર તથા શહેર ભાજપ પ્રમુખ અને વલ્લભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર પાલિકા ના સદસ્યો દ્વારા લિલી ઝડી દ્વારા પ્રસ્થાન કરવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મુસ્લિમ સમાજે ધંધા રોજગાર બંધ રાખી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહયા ઝુલુસ ના અંતે સમસ્ત મુસ્લિમ કસ્બા જમાત નું જમણવાર કરવામાં આવ્યું ઝુલુસ દરમિયાન પી.એસ.આઈ. રિઝવી તથા સમસ્ત પોલીસ સ્ટાફે ખૂબ જ સહકાર આપેલ.

Previous articleરાજુલામાં વીજ થાંભલા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત
Next articleવારાહ સ્વરૂપ તુલસી વિવાહમાં ર૦ હજારની જનમેદની ઉમટી