જાફર રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનારો પ્રથમ બૅટ્‌સમૅન

974

પીઢ બૅટ્‌સમૅન વસીમ જાફર ભારતની સર્વોચ્ચ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનારો પહેલો ખેલાડી બન્યો હતો. મુંબઈ વતી અનેક મૅચો રમી ચૂકેલો આ બૅટ્‌સમૅન હવે વિદર્ભ વતી રમે છે અને તેણે અહીં બરોડા સામેની રણજી મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ૪૦ વર્ષીય ખેલાડીએ ૨૮૪ બૉલમાં ૧૫૩ રન બનાવ્યા હતા. આ તેની ૫૪મી ફર્સ્ટ-ક્લાસ સ્તરની સદી હતી. તે ભારત વતી ૩૧ ટેસ્ટ અને બે વન-ડે રમી ચૂક્યો છે.

બેલગામમાં ચાર-દિવસીય રણજી મૅચમાં કર્ણાટકે સિદ્ધાર્થના ૧૬૧ રનની મદદથી ૪૦૦ રન બનાવ્યા ત્યાર બાદ મુંબઈએ ગઈ કાલે બીજા દિવસે ૯૯ રનમાં અખિલ હર્વાડકર (૫) અને આશય સરદેસાઇ (૨૩)ની વિકેટ ગુમાવી દીધી હતી. જય બિસ્તા ૬૯ રને રમી રહ્યો હતો. નડિયાદમાં ગુજરાતે પ્રથમ દાવમાં ૩૨૪ રન બનાવ્યા બાદ સૌરાષ્ટ્રએ ૩ વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા.

Previous articleએક્શન સીન કરતાં વરુણ ધવન ઈજાગ્રસ્ત
Next articleહોકી વર્લ્ડ કપનાં ઉદ્ધાટન સમારહોમાં માધુરી પરફોર્મન્સ કરશે