વલભીપુરના મોણપર ગામે દે.પુ. દંપતિની હત્યા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

2128

ભાવનગર જીલ્લાના વલભીપુર તાબેના મોણપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા દેવીપુજક દંપતિની હત્યા કરાયેલી લાશ મળી આવતા મસ મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને એસ.પી.ની સુચનાથી આરોપીને ઝડપી લેવા ટીમો બનાવી ચક્રો ગતિમાન કરતા કલાકોમાં જ વલભીપુર પોલીસ અને ભાવનગર એસ.ઓ.જી. ટીમે દંપતિની હત્યા કરનાર શખ્સને ઝડપી લીધો હતો. જેેણે હત્યા કર્યાની કબુલાત પણ આપી હતી.

વલભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા અને વાડી વિસ્તારમાં મજુરી કરતા દેવીપુજક જોરૂભાઈ કાંતિભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦) તથા તેના મોટાભાઈ વિપુલભાઈ કાંતિભાઈના પત્નિ વૃષાબેન કે જેમણે વિપુલભાઈને પેરેલીસીસ હોય તેના દિયર જોરૂભાઈ સાથે દિયર વટુ કરેલ હોય બન્ને પતિ – પત્નિ તરીકે રહેતા હોય ગતરાત્રીના વાડીમાં બન્ને સુતા હતા અને સવારે બન્નેની ક્રુરતા પુર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી. હતી. આ બનાવની જાણ થતા વલભીપુર પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જીણવટભરી તપાસ હાથ ધરી હતી. અને એસ.પી.ની સુચનાથી વિવિધ ટીમો બનાવી અલગ-અલગ રીતે તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.

પાલિતાણા ડાીવાયએસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટી.એસ. રીઝવી, એલસીબી, એસઓજી સહિતની ટીમોએ સઘન પ્રયાસો કરતા આ બનાવમાં ગતરાત્રીના આઠેક વાગ્યે ભાગીયા તરીકે વાડીમાં દે.પુ. દંપતિ સાથે મોણપર વાળો અજીત ત્રિકમાભાઈ સાંથળીયા (ઉ.વ.ર૦) પણ ગયેલો તેને પ્રયુક્તિ પુર્વક પુછતા તેને મરણજનાર વર્ષા સાથે શરીર સંબંધ બાંધવો હોય તે માટે રાત્રે વર્ષા પાસે જતા વર્ષાએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા દરમ્યાન તેનો પતિ જોરૂભાઈ જાગી જતા પોતે પ્રથમ લોખંડની કોસ વડે જોરૂભાઈને બે ઘા મારેલા જયારે વર્ષા દેકારો કરવા લાગતા તેને પણ બે ઘા મારી બન્નેની હત્યા કરી ત્યાંથી નાસી ગયેલ હોવાની પોલીસ સમક્ષ અજીત સાંથળીયાએ કબુલાત આપતા બેવડી હત્યાના ગુનામાં તેની ધોરણસરની અટકાયત કરવામાં આવેલ આમ બેવડી હત્યાનો ગુનો પોલીસે કલાકોમાં ડીટેકટ કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ ડી.એમ. મિશ્રા, એલસીબી સ્ટાફ, પીએસઆઈ ટી.એસ. રીઝવી, એએસઆઈ એ.ડી.પંડયા, સ્ટાફના પી.એમ. રાયજાદા, ભગવાનભાઈ સાંખટ, અમીત ભાઈ મકવાણા, રાજવીરસિંહ જાડેજા, વિનોદભાઈ ડાંગર, એસ. ઓ.જી.ના નિતિન ભાઈ ખટાણા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleસિહોરના યુવાન પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
Next articleઆવતીકાલથી શરૂ થતાં કાર્તિક – કૃષ્ણ પક્ષના પખવાડિયાના દિવસોના પંચાંગની સંક્ષિપ્ત સમીક્ષા