સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં અમાયરા દસ્તુર પ્રભુદેવા સાથે જોવા  મળશે

1024

બોલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તુર હાલ ચર્ચામાં છે. અમાયરા બોલીવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં સક્રીય છે. હવે તે ડાન્સ કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુદેવા સાથે એક ફિલ્મ કરવાની છે . જેને લઈને અમાયરા ખુબ ઉત્સાહિત છે. અમાયરા એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં પ્રભુદેવા સાથે કામ કરવાની છે. એક રિપોટ્‌ર્સ અનુસાર આ ફિલ્મમાં અમાયરાનો અવતાર અને ભૂમિકા પહેલા કરવામાં આવેલી સાઉથ ફિલ્મો કરતા એકદમ અલગ હશે. આ ફિલ્મમાં અમાયરાને મળેલ પાત્રને લઈને તે ખુબ મહેનત કરી રહી છે. અમાયરાએ કહ્યું આ એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે સાથે જ તેમાં કેટલાક ટિ્‌વસ્ટ પણ જોવા મળશે. અમાયરા વેબ સીરીઝ ધ ટ્રીપમાં જોવા મળી હતી. બોલીવૂડ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો અમાયરા ’મેન્ટલ હૈ ક્યાં’, ’મેડ ઈન ચાઈના’ ’રાજમા ચાવલ’ અને ’પ્રસ્થાનમ’માં જોવા મળશે.

Previous articleદિશા પટનીના સેક્સી ફોટો મામલે ચાહકમાં ફરી ચર્ચા
Next article૨૦૧૯માં જ્હૉનની ધડાધડ છ ફિલ્મો આવશે..!!