મહિલા ટી-૨૦ વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડ સામે હારતા ભારત ટૂર્નામેન્ટમાંથી આઉટ

0
716

સર વિવિયન રિચડ્‌ર્સ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી મહિલાઓની ટી-૨૦ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૮-વિકેટથી પરાજય થતાં હરમનપ્રીત કૌર અને એની સાથી ખેલાડીઓ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના હાથે ભારતીય મહિલા ક્રિકેટરોને આ બીજી વાર મોટો પરાજય સહન કરવો પડ્યો છે. ૨૦૧૭માં ૫૦-ઓવરની વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે મિતાલી રાજનાં નેતૃત્વવાળી ભારતીય ટીમનો ૯-રનથી પરાજય થયો હતો.

હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. ભારતીય ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૧૨ રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં, ઈંગ્લેન્ડે ૧૭.૧ ઓવરમાં માત્ર બે જ વિકેટના ભોગે ૧૧૬ રન કરીને મેચ જીતી લીધી હતી.

આની પહેલાં સ્મૃતિ મંધાના (૩૪) એ ભારતીય ટીમને સારી શરૂઆત આપી પરંતુ તે વધુ સમય મેદાન પર ટકી શકી નહીં. સોફી એક્લેસ્ટોને ૪૩ના સ્કોર પર સ્મૃતિને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. ટીમના ખાતામાં ૧૦ રન જ જોડાયેલા હતા સલામી બેટસગર્લ તાન્યા ભાટિયા (૧૧) પણ પેવેલિયન ભેગી થઇ ગઇ. તેને હીથર નાઇટના બોલ પર નટાલી સ્કીવરે કેચ આઉટ કર્યો.

જેમિમાહ રોડ્રિગેઝ (૨૬)એ કેપ્ટન હરમનપ્રીત કૌર (૧૬)ની સાથે ટીમની ઇનિંગ્સને સંભાળવાની કોશિષ કરી. બંને એ ૩૬ રનોની ભાગીદારી કરીને ટીમને ૮૯ના સ્કોર સુધી પહોંચાડ્યો. પરંતુ આ સ્કોર પર ટેમી બ્યુમાઉન્ટ અને એમી જોન્સે જેમિમાહને રન આઉટ કરીને ભારતીય ટીમની ત્રીજી વિકેટ પણ પાડી દીધી. હરમનપ્રીતે ત્યારબાદ ભારતીય ટીમની અનુભવી બેટસમેન વેદા કૃષ્ણામૂર્તિ (૨)ની સાથે ટીમને મજબૂત કરવાની કોશિષ કરી પરંતુ ક્રિસ્ટી જોર્ડને આ યોજનાને નિષ્ફળ કરી દીધી. જૉર્ડને ૯૩ના સ્કોર પર વેદાને જોન્સના હાથે કેચ આઉટ કરી પેવેલિયન ભેગી કરી દીધી. ૧૬મી ઓવરના પહેલાં બોલ પર વેદાની વિકેટ પડી અને તેની ઓવરના છેલ્લા બોલ પર ક્રિસ્ટીએ હરમનપ્રીતને પણ પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો. છઠ્ઠી વિકેટ માટે દીપ્તિ શર્મા (૭) અને જેલન હેમલતા (૧) મેદાન પર ઉતરી પરંતુ ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટન નાઇટે અહીં ભારતીય ટીમને મોટો ઝાટકો આપ્યો. તેણે ૯૯ના કુલયોગ પર પહેલાં હેમલતાને અને ત્યારબાદ તેના સ્કોર પર અનુજા પાટિલને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. અનુજા ખાતા પણ રમી શકી નહોતી. ભાતીય ટીમે ૧૦૦નો આંકડો પાર કરતાં પહેલાં જ પોતાના સાત બેટસમેન ગુમાવી દીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here