સ્મશાન વત શાંતિમાં વાંચન, લાઇબ્રેરી જ સ્મશાનમાં બનાવવામાં આવી છે

757

સ્મશાનમાં નિરવ શાંતિ હોય છે, જેથી તે સ્મશાન વત શાંતિનો અનુભવ સાથે વાંચવામાં ખવેવ ન પડે. સ્મશાન વત શાંતિમાં વાંચન કરવાના અનોખો પ્રયોગ ગાંધીનગર માં કરવામાં આવેયો છે. લાઇબ્રેરી જ સ્મશાનમાં બનાવવામાં આવી છે.ગાંધીનગરના મુક્તિધામમાં લાઈબ્રેરી તો છે જ સાથે અહીં ભક્તિમય વાતાવરણનો પણ અનુભવ થાય છે. અહીં ભગવાન શંકરનું મંદિર પણ બનાવાયું છે. તો સાથે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પણ પ્રસ્થાપિત કરવામાં આવી છે. મુક્તિધામમાં આવેલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવે છે. અને શાંત રમણીય વાતાવરણમાં ધ્યાનથી અભ્યાસ પણ કરે છે. એક તરફ દિવંગતોના અગ્નિસંસ્કાર થતા હોય છે, ત્યાંજ સામે વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરતા નજરે જોવા મળે છે. ગાંધીનગરમાં આવેલ મુક્તિધામ એ માત્ર મુક્તિધામજ નહીં પણ અનેક વિધાર્થીઓ અને પ્રવાસીઓને પણ આકર્ષે એવું બનાવવામાં આવ્યું છે. અહીંના મુક્તિધામમાં લોકો મૃત્કોના અગ્નિસંસ્કાર કરવા આવે છે. ત્યારે ગંભીર માહોલ સાથે લોકોને શાંતિનો એહસાસ ભક્તિમય વાતાવરણમાં થાય છે. અહીં એક લાઈબ્રેરી પણ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે.

જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે. મુક્તિધામમાં આવેલ બગીચામાં પણ શાંત ચિત્તે વિદ્યાર્થીઓ ભણવાનો લાભ લે છે. સામાન્ય રીતે લોકોના મગજમાં મુક્તિધામમાં જતા લોકો ડરતા હોય છે. ત્યારે ગાંધીનગરના મુક્તિધામમાં વિદ્યાર્થીઓ શાંત અને પોઝિટીવ વાતાવરણમાં અભ્યાસ કરી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થાય છે.

ગાંધીનગરના આ મુક્તિધમામ લાઈબ્રેરી, શિવમંદિર, પ્રાણી સંગ્રહાલય સહિત પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મૂકવામાં આવેલ અસ્થિકુંભમાં અગ્નિસંસ્કાર કરાયેલ દિવ્યાત્માના અસ્થિ એકત્ર કરવામાં આવે છે. અને વર્ષે એકવાર ગાંધીનગરની સેવાભાવી સંસ્થા દ્વારા એ અસ્થિને હરદ્વાર લઈ જઈ શાસ્ત્રોક્ત વિધિથી પધરાવવામાં આવે છે. આમ ગાંધીનગરનું મુક્તિધામ એ અન્ય મુક્તિધામો કરતા અલગ આભા ઉભી કરતું મુક્તિધામમાં છે.

Previous articleભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ વરસાદને કારણે રદ્દ
Next articleકલોલમાં રોહિત સમાજનું સ્નેહમિલન યોજાયું