રેલવેમાં ૫ થી ૧૨ વર્ષના બાળકની હવે અડધી ટિકિટ : સીટ નહીં મળે

751

પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખતા રેલવે મંત્રાલયની સૂચનાથી જો નાના બાળકો (પાંચ વર્ષથી મોટા તથા ૧૨ વર્ષથી નાના)ને સીટ વિના અથવા બર્થની રિઝર્વ ટિકિટ લીધી હોય તો તેને તેના કુટુંબ, ગાર્ડિયન અથવા એટેન્ડન્ટ સાથે લીંક કરાશે. પછી ભલે તે ટિકિટ ઈન્ટરનેટ દ્વારા લીધી હોય અથવા રેલવે કાઉન્ટરથી લીધી હોય. પહેલા પાંચ વર્ષથી મોટા તથા ૧૨ વર્ષથી નાના બાળકોને વગર સીટ/બર્થ પૂરા ભાડાથી જ બુકિંગની અનુમતી હતી.

રેલવે મંત્રાલય દ્વારા પ્રવાસીઓના હિતમાં કરેલા ફેરફારથી હવે આ સુવિધા તેમને મળશે કે તેઓ નિયમ મુજબ બાળકનું અડધું ભાડુ આપીને વગર સીટ/ બર્થનો વિકલ્પ પસંદ કરીને બુકિંગ કરાવી શકે છે. નવા નિયમ પ્રમાણે બાળકની જે વગર સીટ/ બર્થના વિકલ્પનો પીએનઆર બુક કરતી વખતે આપોઆપ કુટુંબના પીએનઆરથી લીંક થઈ જશે. આ જોગવાઈ હેઠળ માત્ર એક જે વગર સીટ/બર્થ વિકલ્પનો પીએનઆર જ પોતાના કુટુંબના પીએનઆરથી લીંક થઈ શકશે. આ સુવિધા ચેયર કાર, એક્ઝિક્યુટિવ ચેયર કાર, સેકન્ડ સીટિંગ તથા અનુભૂતિ કોચમાં નહીં હોય. બાળકના  પીએનઆરઅલગ રદ પણ કરી શકાય છે. કુટુંબથી લીંક કરેલા પીએનઆર જો રદ કરવામાં આવે તો બાળકના પીએનઆર પણ રદ થશે.

Previous articleસરકારે જ ફાળવેલા બારદાન વેર હાઉસમાં રિજેક્ટ : મગફળી ભરેલી ૩ ટ્રક પરત મોકલી
Next articleગુસ્તાખી માફ