જસદણનો જંગ : કોને ચંડશે રંગ, કોનો થશે ભંગ..?

0
1092

જસદણ ગુજરાતની રાજનીતિમાં બુલ, બ્લ્‌ અને બોમ્બર તરીકે ઓળખાવા લાગ્યું છે. એમ તો બાવળિયાનો ભાજપમાં જમ્પ જે તેનો પાયો ગણાય પરંતુ ભાજપના પોતાના જ પેટકુટિયાને બાવળિયાનું શુળ કેમ કરીને જંપવા દેતું નથી. ઘણાં દુઃખીયા એવાય છે કે પાથરણાંની મંજુરી કરી કરીને માંડ કોર્પોરેટર સુધી કે ત્યાંથી આગળ ધારાસભ્ય થઈ અટકી પડ્યા છે. ફાટક ખુલવાની રાહ જોતા જોતા કેટલાયનો જન્મારો નિકળી ગયો છે. ત્યારે કુંવરજી ભાજપના બારણે પહોંચતા જ પાટવી કુંવરનો અસબાબ ધારણ કરી લીધો. નથી ધારાસભ્ય તોય કેબીનેટના મંત્રી બનીને મહાલતા આ મહાશય ઘણાને આંખના કણાની જેમ ખુચતાં હશે પણ.. થાય શું જે ઉપરથી આવે તે સ્વીકારવા સિવાય કયાં આરો વારો છે. કાંઈ ડબડબ કોઈ કરે તો ગાઠયનું ગોપીચંદન ખોવાનો વારો આવે હવે બાવળિયાને છ મહિનામાં ગમે ત્યાંથી ધારાસભ્ય બનવાનું છે. તોજ તેની પપુડી વાગે નહીંતર ભાજપ વાળા કરડી મરડીને ખાઈ જાય.

કુંવરજીભાઈએ કોળી બહુલ વસ્તી ધરાવતા પોતાના જાગીરી મત વીસ્તારમાંથી રાજીનામુ આપી નિશાન બદલીને ચૂંટાવાનું છે. પંજો ગયો અમે હવે પોતે કમળનું ફુલ સુંધતા નિકળશે ત્યારે તેને કેટલા પ્રમાણમાં કોણ મલકીને સ્વીકારે છે તે બાબત ખુબ નોંધ પાત્ર છે કોણ કેવી રીતે જીતે તેના તુક્કા, અડસટ્ટા કે શંખચલ્લી સ્વપ્નમાં જવુ નથી પણ તે જીતે તો શું થાય અને હાર તો કોના કેટલો રેલો આવે તેનું પૃથ્થકરણ ખુબ રસપ્રદ છે.

રાજકોટ એટલે રૂપાણીનું રખોપું એવું ગણાય હવે તેમાં કોઈ છંડુ પાડે તો ધજાગરા નહી ધજીયા ઉડે જો કે આ બેઠક અગાઉ પણ કોંગ્રેસના હાથમાં હતી જ હવે તેની તાસકને પરખતા પહેલા કહેવું પડે કે ભાજપનો અસવાર તો નક્કિ જ છે પરંતુ કોંગ્રેસને કયા રૂપિયાના મગ અને શેના ચોખા…?! તેવા સવાલ થઈ પડ્યો છે. ઉમેદવારની પસંદગી ત્યાં મેરીટના આધારે નહીં જ્ઞાતિના માપદંડથી જ કરવી પડે કોળીમાં કોઈ એવો ઝગઝગાટ ચહેરો નથી અને પટેલમાંથી લાવે તો ગોળને પાણીએ ન્હાવું પડે કારણ કે એવી અનેક બેઠકો છે જયાં કોઈ મતદારોએ હંમેશ પોતાની જ્ઞાતિને વધુ મહત્વ આપ્યું છે. તેથી આટઆટલા ધસારા વચ્ચે પણ જો કુંવરજીભાઈ ચૂંટાઈને આવતા હોય તો તેની એક ઉજળી પ્રતિભા અને જીવંત સંપર્ક છે જ તેને અવગણી શકાય તેમ નથી. જસદણ મત વીસ્તારના કોઈ અકસ્માતને બાદ કરતા લગભગ કોળી ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા છે. અહીં અપક્ષ મામૈયા ડાભી અને ભીખા બાંભણિયા પણ વીત્યા દિવસોમાં પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. તેથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે કોળી જ્ઞાતિના પ્રતિનિધિ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વધુ છે. આ લખાય છે ત્યાં સુધી હજુ કોઈ ઉમેદવાર પસંદ થયા નથી.

લોકસભાની ચૂંટણી પહેલાનો આ લીટ મસ ટેસ્ટ છે. તેથી તેમા જો ભાજપને સફળતા મળે તો આગામી સમયમાં તેને કેટલકી લોકસભા બેઠકો જીતવામાં સરળતા ઉભી થશે. રૂપાણીના નેતૃત્વને ટીક માર્ક કરનારી આ બેઠક બાવળિયાનું પ્રધાનપદ તો જાળવી રાખે પણ રૂપાણીને નવો ઓકસીજન પુરો પાડી શકે તેમ છે. કેટલાકં અસંતુષ્ટો માટે રૂકજાવનો મેસેજ લઈને આવે કોળી નેતાગીરીમાં ફેરફારને મંજુરીની મહોર લાગતા પરશોત્તમ સોલંકીની દબંગગીરીમાંથી ભાજપ યુક્તિનો શવાસ લઈ શકશે. ઓબીસી મતદારોને ઝુકાય આજે પણ ભાજપના સમર્થનમાં છે તેવું સાબીત થશે. કેબીનેટનું રીશફલીંગ થાય અને તેમાં બિન કાર્યક્ષમ એવમ ભાજપની વર્તમાન નેતાગીરીને પડકાર આપનારને ડ્રોપ કરી નવાને તક આપવામાં આવે સોરાષ્ટ્રથી આગામી લોકસભામાં ઓબીસીને મહત્વ વધુ અપાય. જો બાવળિયાને ઉખેડવામાં વિપક્ષ સફળ થાય તો કોંગ્રેસમાં નવો પ્રાણ પુરાશે. આકળકતાથી લોકસભામાં તે પોતાના ઉમેદવાર ઉતારી ગણતા પાત્ર સફળતા હાંસલ કરી શકશે. બાવળિયાની રાજનીતિને હાંસિયામાં ધકેલાવું પડશે. ભાજપની એકચક્રિવ્યવસ્થાને બ્રેક લાગશે. પાટીદા રનેતાઓ વધુ જુસ્સાથી લડવા પ્રેરિત થશે. પક્ષપલ્ટુઓને પ્રજા-મતદાતા સ્વીકારતા નથી તેવો એક પરિમાક ઉતરશે. શંકરસિંહ જેવા થર્ડ ફોર્સને પણ થોડી હવા મળવા સંભાવના દેખાઈ છે. અસંતુષટો માટે ભાજપ નેતૃત્વએ સોફટ કોર્નર અપનાવવો પડશે. દેખતે હૈ હોતા હૈ કયા..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here