રજનિકાંત અને સેક્સી એમી જેક્સનના ગીતની ચર્ચા શરૂ

1411

ટુ ફિલ્મનુ પ્રથમ ગીત તુ હી રે રજૂ કરવામાં આવ્યા બાદ તેની ઉત્સુકતા વધી ગઇ છે. સુપરસ્ટાર રજનિકાંત અને અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ટુ ભારતમાં બનેલી હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ પૈકી એક ફિલ્મ છે. ફિલ્મનુ પ્રથમ ગીત રજનિકાંત અને એમી જેક્સન પર રાખવામાં આવ્યુ છે. ગીતના બોલ તુ હી રે રાખવામાં આવ્યા છે. ગીત અબ્બાસ ટાયરવાલાએ લખ્યુ છે. આને અરમાન મલિકની સાથે શાશા તિરુપતિ દ્વારા અવાજ આપવામાં આવ્યા બાદ સાંભળવામાં મજા પડે છે. યુટ્યુબ પર ગીત ડાઉનલોડ કરવામાં આવ્યા બાદ ૪૦ લાખ લોકો આ ગીતને નિહાળી ચુક્યા છે. ફિલ્મનુ સંગીત ઓસ્કાર એવોર્ડ વિજેતા એઆર રહેમાને આપ્યુ છે. બે મિનિટ અને ૩૭ સેકન્ડના આ ગીતમાં એમી જેક્સન અને રજનિકાંતના લુકમાં છે.ગીતમાં બંનેના ડાન્સ સ્ટેપ્સ આપને હેનાર કરશે. ફિલ્મ ૨૯મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં રજનિકાંત અને અક્ષય કુમાર મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં એમી જેક્સન શાનદાર રોલમાં છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મની ટીમ દર્શકોને એક અલગ અનુભવ કરાવશે.

Previous articleઈરફાન ખાન બે દિવસ ભારતમાં રહી લંડન પરત ફર્યો..!!
Next articleભણસાલીની ફિલ્મમાં સલમાન ખાન  શાહરૂખની વચ્ચે દીપિકાની એન્ટ્રી..!!