ભૂસા ભરેલા ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપાયો

677

રાજસ્થાનના ઉદ્દેપુરથી ભૂસા ભરેલા કંતાનના કોથળાની ઓથમાં વિદેશી દારૂ ભરેલી ટ્રકને ચિલોડા હિંમતનગર હાઇવેના મહુન્દ્રા ગામના પાટીયા પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. પોલીસને જોઇને ડ્રાઇવરની કેબીનમાં બેસેલો અન્ય શખસ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૪૩૬ નંગ બોટલ, એક મોબાઇલ અને ટ્રક સહિત કુલ રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે ટ્રક ચાલકને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોએ અત્યારથી જ વિદેશી દારૂનો સ્ટોક કરવાની કામગીરી હાથ ધરી છે.

વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઇ જાય નહી તે માટે ભૂસા ભરેલા કંતાનના કોથળા પાછળ છુપાવવા સહિતની જુદી જુદી રીતથી વિદેશી દારૂ લાવવામાં આવે છે. ત્યારે વિદેશી દારૂ લઇને આવતી ટ્રકોને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રે બાતમીદારોને સજાગ કર્યા છે. જેમાં હિંમતનગર થી મોટા ચિલોડા થઇને વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટરને મળતા પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફને વોચમાં રાખ્યા હતા.

Previous articleશિક્ષકોની ભરતી કરવા માટે ર૦૦ થી વધુ ઉમેદવારોની શિક્ષણમંત્રીને રજુઆત
Next articleરાંધેજા ગામેથી રૂ. ૧પ,રપ૦/- જુગારની પેથાપુર પોલીસની રેડ