ચૂંટણી વેળા રાહુલ જનોઇધારી  હિન્દુ હોવા ઢોંગ કરે છે : યોગી

568

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા. યોગીએ અહીં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. યોગીએ કહ્યું હતું કે, ચૂંટણી આવતાની સાથે જ રાહુલ ગાંધીને હિન્દુત્વની યાદ આવી જાય છે. તેઓ જનોઇ પહેરીને હિન્દુત્વનો ઢોંગ કરવા લાગી જાય છે. આતંકવાદને પ્રોત્સાહન આપવાનો યોગીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપ કર્યો હતો. યોગીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના પરદાદા કહેતા હતા કે, તેઓ એક્સિડેન્ટલી હિન્દુ છે. તે રાહુલ ગાંધી આજે જનોઇ પહેરીને પોતાને સનાતની હિન્દુ હોવાની વાત કરી રહ્યા છે જે ઢોંગ તરીકે દેખાઈ આવી છે. મંદિર મંદિર જઇને હિન્દુ હોવાનો દેખાવો કરે છે. આ પાખંડથી આ બાબત સાબિત થતી નથી કે, તેઓ હિન્દુ છે. લોકશાહીમાં આતંકવાદ, નક્સલવાદ અને અલગતાવાદ માટે કોઇ જગ્યા હોતી નથી. પોતાની હારથી ચિંતાતુર બનેલા કોંગ્રેસી નેતા આજે દેશની અંદર દેશના વીર જવાનોની શહાદતને લઇને પણ અપમાનની વાત કરી રહ્યા છે. આતંકવાદીઓના મહિમા મંડલ કરી રહ્યા છે. મકરાણામાં જનસભાને સંબોધતા યોગીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

રાજકીય સ્વાર્થ માટે આતંકવાદ અને નક્સલવાદને પ્રોત્સાહન આપે છે. રાજ બબ્બરના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના એક નેતા કહે છે કે, નક્સલવાદી ક્રાંતિકારી છે. તેમની આ માનસિકતા કોઇને પણ સમજાઈ રહી નથી. યોગીએ કહ્યું હતું કે, કોંગ્રેસને હંમેશા વિભાજન અને એકબીજાને લડાવવાની રાજનીતિ કરી છે જેનું પરિણામ છે કે, આતંકવાદી ગતિવિધિ ખુબ વધી ગઈ છે. કોંગ્રેસ સેનાના જવાનોને કહેતી હતી કે, ત્રાસવાદી ગોળી ચલાવે ત્યારે ગોળી ચલાવવામાં આવે. અમારી સરકાર આવ્યા બાદ આતંકવાદીઓનો એક પછી એક ખાતમો થઇ રહ્યો છે. યોગીએ કહ્યું હતું કે, દેશમાં જ્યારે કોઇ સંકટ આવે છે ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને પીડિત લોકોની પીડા દેખાતી નથી. તેમને પીડિતોની સેવા કરવાને બદલે પોતાના નાની યાદ આવી જાય છે અને સંકટમાં રહેલા લોકોને છોડીને રાહુલ પોતાની નાની પાસે ઇટાલીમાં પહોંચી જાય છે. લોકોની વચ્ચે રહેતા નથી. યોગીએ હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. અમે રામ રાજ્ય લાવવા માટે કટિબદ્ધ છીએ છે. કોઇની સાથે ભેદભાવ કરતા નથી. તમામને બરોબારીના સુરક્ષાના અધિકારો આપી રહ્યા છે. સંશાધનોનો લાભ તમામ લોકોનને મળે તેવી અમારી ઇચ્છા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કહેતા હતા કે, દેશના તમામ સંશાધનો ઉપર પ્રથમ હક મુસ્લિમોનો છે. તેમણે કહ્યું હતું કે, જો મુસ્લિમોના હક વધારે છે તો દેશમાં હિન્દુ લોકોનું શું થશે.

Previous articleઅમેરિકાના શિકાગોમાં બરફવર્ષા-વાવાઝોડુ : ૧૨૪૦ ફ્લાઈટ રદ્દ
Next articleપુષ્કરમાં પુજારી સમક્ષ રાહુલ ગાંધીએ ગૌત્રની વાત પણ કરી