ભાવ. રેડક્રોસની ટીમે જુનાગઢ પરીક્રમામાં મેડીકલ કેમ્પ કર્યો

1233

તાજેતરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાની ડીઝાસ્ટર રીસ્પોન્સ ટીમ દ્વારા જુનાગઢ લીલી પરિક્રમમાં ઉંચાઈ પર આવેલ બોરદેવી માતાજીના મંદિર પાસે મધ્ય જંગલ  વિસ્તારમાં જયાં આરોગ્ય સેવાઓ દુર્લભ હોય તે વિસ્તારમાં પ્રાથમિક સારવાર તેમજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જયાં દર્દીઓને સામાન્ય્‌ બિમારીની સારવાર અને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. કુલ રર૩ જેટલા દર્દીઓને તપાસી સારવાર આપવામાં આવી હતી અને સામાન્ય પાટાપીંડી પ્રાથમિક સારવારની વ્યવસ્થા સાથે એમ્બ્યુલન્સ સેવા પણ તૈયાર રાખવામાં આવી હતી. ભાવનગર રેડક્રોસના ડો. મીલનભાઈ દવે, સુમીતભાઈ ઠકકર, ડો. મનીષભાઈ ઝડફીયા, રોહીતભાઈ ભંડેરી, વિનયભાઈકામળીયા સહિતના સ્વયંસેવકો  જોડાયા હતાં. અને માનવસેવા અને આરોગ્ય સેવાનો લાભ આપો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આરોગ્ય તંત્ર અને ફોરેસ્ટ વિભાગ, પોલીસ તંત્ર સહિતની વ્યવસ્થા સાથે સંકલન કરીને રેડક્રોસની આ સેવાને લોકોએ અને દર્દીઓએ જીવન બચાવવા માટે ખુબ જ ઉપયોગી ગણાવી હતી.

Previous articleબોટાદ લેઉઆ પટેલ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleઈન્દીરાનગરમાં ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત