નિર્મલા શેરોન સહિત પાંચ ભારતીય એથ્લીટ્‌સ ડોપિંગમાં પોઝિટિવ

933

નિર્મલા શેરોન સહિત પાંચ ભારતીય એથ્લીટ્‌સ ડોપિંગમાં પોઝિટિવ આવ્યા છે. એશિયન ગેમ્સમાં નિર્મલા શેરોનને ભારતીય ટીમમાંથી બહાર રાખવાનું કારણ હવે બહાર આવ્યું છે.આ મામલે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આદિલ સુમારીવાલાએ સ્પષ્ટ કર્યું કે, ડોપિંગની શંકાને કારણે અને તેનાથી થનારી શરમજનક સ્થિતિમાંથી બચવા માટે શેરોનને બહાર રાખી હતી. વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સીના ટેસ્ટમાં શેરોન સિવાય મહિલા દોડવીર સંજીવની યાદવ, ઝૂમા ખાતૂન, ચક્ર ફેંક ખેલાડી સંદીપ કુમારી અને શોટ પુટ ખેલાડી નવીન તમામ પ્રતિબંધિત દવાના સેવનના દોષિત જણાયા હતા.

નિર્મલા શેરોનને વાડાની મોન્ટ્રિયલ લેબોરેટરીમાં થયેલા ટેસ્ટ બાદ અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવ્યો હતો. આ પહેલાં નાડા દ્વારા કરાયેલા ટેસ્ટમાં પણ નમૂના પોઝિટિવ આવ્યા હતા. શેરોને ગત વર્ષે ભુવનેશ્વરમાં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમારીવાલાએ કહ્યું કે, નિર્મલાએ એશિયન ગેમ્સ પહેલાં કોઈ નેશનલ કેમ્પમાં ભાગ નહોતો લીધો અને આ કારણે અમે તેને કોઈ રિલે સ્પર્ધા માટે પસંદ નહોતી કરી. અમે તેના કારણે બે મડલ ગુમાવી દેતા. હવે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે. સંજીવની અને ઝૂમાએ એશિયન ગેમ્સ પહેલાં ભૂટાનમાં યોજાયેલા એક કેમ્પમાં ભાગ લીધો હતો.

સુમારીવાલાએ કહ્યું કે, નેશનલ કેમ્પમાં ભાગ લેનાર એકેય ખેલાડી પર ડોપિંગની શંકા નથી. તેમણે કહ્યું કે, નેશનલ કેમ્પમાં નિયમિત ખેલાડીઓમાંથી કોઈ પોઝિટિવ આવ્યું નથી. ભૂટાનમાં કેમ્પમાં ભાગ લેનાર ખેલાડી ગુવાહાટી નેશનલ ચેમ્પિયનશિપ બાદ ત્યાં ગયા હતા.

Previous articleભારતની યજમાનીમાં આજથી ૧૪માં હોકી વર્લ્ડકપનો પ્રારંભ
Next articleઆઈપીએલ-૧૨ઃ ૧૮ ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી