આઈપીએલ-૧૨ઃ ૧૮ ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી

0
526

આઇપીએલની નવી સિઝન માટે ખેલાડીઓની હરાજી ૧૮ ડિસેમ્બરે જયપુરમાં યોજાશે. મુંબઈ મિરરની ખબર પ્રમાણે સામાન્ય રીતે સવારે ત્રણ વાગ્યે શરુ થનારી હરાજીનો આ વખતે બપોરે ૩ કલાકનો સમય રાખવામાં આવ્યો છે. જેથી પ્રાઇમ ટાઇમમાં વધારે દર્શકોને આકર્ષિત કરી શકાય. આ હરાજી રાત્રે ૯.૩૦ કલાકે સુધી ચાલશે.

ટાઇમિંગમાં ફેરફાર કરવાનું બીજુ કારણ એ પણ છે કે ૧૮ ડિસેમ્બરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ રમાવાની છે અને બોર્ડના અધિકારી નથી ઇચ્છતા કે આઈપીએલની હરાજીથી ખેલાડીઓનું ધ્યાન ભંગ થાય.

બીસીસીઆઈના અધિકારીઓ અને બ્રોડકાસ્ટર વચ્ચે થયેલી મીટિંગ પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ હરાજીને ડે-નાઇટ બનાવવામાં આવી છે, જેથી વધારેને વધારે વ્યૂઅરશિપ લાવી શકાય.

આ હરાજીની તારીખ પણ કેટલાક ટીમ માલિકો નારાજ હતા. તેમને લાગતું હતું કે હરાજીની તારીખ આઈપીએલના સ્થળ જાહેર થયા પછી થવી જોઈતી હતી. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી આઈપીએલ-૧૨ની તારીખોની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

આ મહિને ફ્રેન્ચાઇઝીએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા હતા અને ઘણા ખેલાડીઓને બહાર કર્યા હતા. યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડી આ વખતે હરાજીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here