કમલનાથે છિંદવાડા બજરંગ બલીની પૂજા કરી

764

મધ્યપ્રદેશના ચૂંટણી રણમાં મુસ્લિમ તરફી આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કમલનાથે આજે તેમના વતન છિંદવાડામાં બજરંગબલીની મૂર્તિની પૂજા કરીને જીત માટે આશીર્વાદ લીધા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા કમલનાથે હનુમાનજીના મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.

કમલનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલીવાળા નિવેદનના જવાબમાં બજરંગબલીના મંદિરમાં પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા રાજકીય મહારથીઓ એકબીજા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતા કલમનાથ ઉપર પ્રહારો કર્યા હતા.

મોદીએ કમલનાથના એવા નિવેદન ઉપર પ્રહાર કર્યા હતા જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડ્યા હતા કે, કોંગ્રેસને માત્ર મુસ્લિમોના મતની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, તેઓ કમલનાથના નિવેદનને વાંચી રહ્યા હતા જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેમને એસસી અને એસટીના વોટ જોઈતા નથી. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, અમે કમલનાથને અલી આપવા માટે તૈયાર છીએ. અમે બજરંગબલીથી સંતુષ્ટ છીએ. આ પહેલા કમલનાથનો એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમને એસસી અને એસટીના વોટની જરૂર નથી. આ મત ભાજપને મળે છે. અમને ૯૦ ટકા મુસ્લિમ મતની જરૂર છે. આનાથી ઓછા મત મળશે તો નુકસાન થશે. વાયરલ વિડિયોમાં કમલનાથ એમ કહેતા પણ નજરે પડી રહ્યા છે કે, મુસ્લિમ કોંગ્રેસના વોટબેંક છે. આના આધાર પર ભાજપના સકંજામાં તેઓ આવી ગયા છે.

Previous articleઆઈપીએલ-૧૨ઃ ૧૮ ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી
Next articleઉર્જિત પટેલ સંસદીય પેનલ સમક્ષ વિશેષ ઉપસ્થિત થયા