ઉર્જિત પટેલ સંસદીય પેનલ સમક્ષ વિશેષ ઉપસ્થિત થયા

706

રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ આજે ફરી એકવાર જાહેર ક્ષેત્રની બેંકોમાં એનપીએની સ્થિતિ અને નોટબંધીના સંદર્ભમાં માહિતી આપવા સંસદીય પેનલ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. પટેલ અગાઉ ૧૨મી નવેમ્બરના દિવસે પેનલ સમક્ષ ઉપસ્થિત થનાર હતા. સુત્રોએ કહ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટોને બંધ કરવા, આરબીઆઈમાં સુધારા, બેંકિંગ વ્યવસ્થામાં સંપત્તિ, અર્થતંત્રની સ્થિતિના સંદર્ભમાં માહિતી આપવા તેઓ ઉપસ્થિત રહ્યા હતા. નાણા અંગેની ૩૧ સભ્યોની સંસદીય સ્થાયી સમિતિના એજન્ડામાં આ અનેક મુદ્દાઓ રહ્યા હતા. આરબીઆઈના ગવર્નર આજે ઉપસ્થિત રહેતા વિવિધ મુદ્દાઓ સ્પષ્ટ થયા હતા. નાણામંત્રાલય સાથે રિઝર્વ બેંકને કેટલાક મુદ્દાઓ ઉપર ખેંચતાણની સ્થિતિ છે.

આરબીઆઈ દ્વારા જાળવી રાખવામાં આવેલા ભંડોળના યોગ્ય કદ સહિતના મુદ્દાઓ ઉપર ખેંચતાણની સ્થિતિ છે. નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે ધિરાણ ધારાધોરણને હળવા કરવા આરબીઆઈ દ્વારા કેટલાક પગલા લેવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ આ કમિટિના સભ્ય તરીકે છે. આ કમિટિનું નેતૃત્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી વિરપ્પા મોઇલી કરી રહ્યા છે. આરબીઆઈના ગવર્નર અગાઉ પણ પેનલ સમક્ષ ઉપસ્થિત થઇ ચુક્યા છે. આરબીઆઈના ગવર્નર દ્વારા અનેક મુદ્દે માહિતી આપવામાં આવી હતી. નોટબંધીના મામલામાં કેન્દ્ર સરકાર ઉપર કોંગ્રેસે હંમેશા પ્રહારો કર્યા છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો છે. આજે કયા મુદ્દા પર સ્પષ્ટતા થઇ તે અંગે પુરતી માહિતી મળી શકી નથી પરંતુ નોટબંધીનો મુદ્દો મુખ્યરીતે રહ્યો હતો.

Previous articleકમલનાથે છિંદવાડા બજરંગ બલીની પૂજા કરી
Next articleબંને પાર્ટી પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે : મોદી