નાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાનનું મંગળ ગ્રહ પર સુરક્ષિત ઉતરાણ

757

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાને મંગળના ગ્રહ પર ગઈ કાલે સલામત રીતે ઉતરાણ કર્યું છે. હવે આ અવકાશયાન આ લાલ માટીવાળા ગ્રહની જમીનમાં ઊંડે સુધી તપાસ કરશે. આ મિશન બે વર્ષનું છે. નાસાના ઓનલાઈન લાઈવ બ્રોડકાસ્ટમાં જાણી શકાયું હતું કે ‘ઈનસાઈટ’ અવકાશયાને સોમવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૨.૫૪ વાગ્યે મંગળ પર સલામત રીતે ઉતરાણ કર્યું હતું. છ મહિનાના સમય અને ૩૦ કરોડ માઈલ (૪૮ કરોડ કિલોમીટર)ની સફર કર્યા બાદ આ અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું છે. આ યાન ૨૬ મહિના સુધી અંતરીક્ષમાં જ રહેશે.

Previous articleમધ્યપ્રદેશમાં આજે મતદાન : ૨૮૯૯ ઉમેદવારો
Next articleકોલગેટ દ્વારા રનીંગ ડ્રાય જર્નીના ભાગરૂપે મીના ગુલીનું સ્વાગત