કોલગેટ દ્વારા રનીંગ ડ્રાય જર્નીના ભાગરૂપે મીના ગુલીનું સ્વાગત

740

ઓરલ કેરમાં બજાર આગેવાન કોલગેટ પામોલિવ લિમિટેડ મીના ગુલીની રનિંગડ્રાઈ જર્નીને સ્પોન્સર કરવા માટે ગૌરવની લાગણી અનુભવે છે. આ વૈશ્વિક પહેલ જળ હિમયતી અને વૈશ્વિક એથ્લેટ મીના ગુલીની છે. બ્રાન્ડ તરીકે કોલગેટ લોકોને દાંત ઘસતી વખતે નળ બંધ કરવા માટે પ્રોત્સાહન આપવા વચનબદ્ધ છે, કારણ કે એવરીડ્રોપકાઉન્ટ્‌સ, અર્થાત, દરેક ટીપું મહત્ત્વપૂર્ણ છે. આ સ્પોન્સરશિપ કોલગેટની વૈશ્વિક જળ બચત ઝુંબેશનો ભાગ છે.

મીના ગુલીએ જણાવ્યું કે,  પાણીની તંગી વૈશ્વિક ચિંતાનો મુદ્દો છે, જે આ પૃથ્વી પર દરેકને સ્પર્શે છે. વૈશ્વિક સ્તરે ૪ અબજ લોકો વર્ષમાં કમસેકમ એક મહિનો પાણીની તંગીનો સામનો કરે છે. આથી રોજ જળ બચાવવા માટે આસાન છતાં અસરકારક રીતે જાગૃતિ લાવવા માટે કોલગેટ જેવી બ્રાન્ડ સાથે કામ કરવાનું મને ગૌરવજનક લાગે છે.

કોલગેટ દ્વારા અર્થ ડે ૨૦૧૮ પછી યુગવ સાથે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે વૈશ્વિક સ્તરે જળ બચત ઝુંબેશ વાર્ષિક ૫૦ અબજ ગેલન પાણીનો સંભાવ્ય ઘટાડો કરી શકે છે. ૪ નવેમ્બર, ૨૦૧૮ના ન્યૂ યોર્ક મેરેથોનમાં રજૂ કરવામાં આવેલી રનિંગડ્રાઈ ઝુંબેશ ભારતમાં નવી દિલ્હીમાં ૨૩ નવેમ્બર, ૨૦૧૮ના રોજ પહોંચી હતી. આ ભારતીય દોડ ગુરગાવ, બાવલ, આચરોલ, જયપુર, કિશનગઢ, રાયલા, ભિલવારા, ચિત્તોડગઢ, બાંસવારા, દાહોદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, થાણે થકી પસાર થશે અને ૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ તે મુંબઈ પહોંચશે.

Previous articleનાસાના ‘ઈનસાઈટ’ અવકાશયાનનું મંગળ ગ્રહ પર સુરક્ષિત ઉતરાણ
Next articleકેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી આક્ષેપ બાદ આખરે જાહેરમાં દેખાયા