મોટા ઉમરડા ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ

1252

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન દ્વારા આજરોજ પ્રાથમિક શાળા મોટાં ઉમરડા ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન ખાતે ફરજ બજાવતા આયુષ્ય એમ.ઓ.ડો. કવિતાબેન વ્યાસ તથા દવાખાના નો સ્ટાફ તેમજ શાળાના આચાર્ય દિપકભાઇ પ્રજાપતિ તથા શાળા સ્ટાફ હાજર રહેલ..

આ કાર્યક્રમ અંતર્ગત તારીખ.૨૭થી ૦૧.૦૨. ૨૦૧૯ સુધીમાં શાળાના ૮૩૦૦ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે. જેનો હેતું બાળકો મા જોવાં મળતાં જન્મજાત ખોડ-ખામી ઉણપની પરીસ્થિતી અને મોડો વિકાસ થતાં  અન્ય રોગો માટેની ચકાસણી કરવામાં આવશે તપાસ દરમિયાન જો કોઈ આવા બાળકો જણાય તો તેને સંદેભે સેવા માટે આગળ મોકલવામાં આવશે. જેમને વધું બિમારી જણાય તો તપાસ થી માંડી તમામ મોટી સારવાર મફત ધોરણે પુરી પાડવામાં આવશે..

Previous articleબોટાદ, સુરેન્દ્રનગર ખેડાના પ્રોહી.ના ગુનાના ફરાર આરોપીને ઝડપી લીધો
Next articleબાબુભાઈ રામની કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક થતા સર્વત્ર ખુશીનો માહોલ