બોટાદ, સુરેન્દ્રનગર ખેડાના પ્રોહી.ના ગુનાના ફરાર આરોપીને ઝડપી લીધો

0
472

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે બોટાદ જીલ્લાના પાળીયાદ પો.સ્ટે. પ્રોહી. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અકરમભાઇ અબ્બાસભાઇ ઝરગેલા/પીંજારા ઉ.વ.૩૦ રહેવાસી મુળ-એકતા સોસાયટી, કોઠારીયા રોડ, વઢવાણ જી.સુરેન્દ્રનગર હાલ-સરીતા સો.સા. ધોબી સોસાયટી ભાવનગર વાળાને સરીતા સોસાયટીના નાકે પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.        આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથા  પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here