પ્રસુતા, નવજાત બાળકીના બોટાદ હોસ્પિ.માં મોતથી પરિવારનો હોબાળો

1897

બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે સગર્ભા મહિલા તેમજ નવજાત શિશુનું મોત થયેલ. મોત મામલે સગર્ભા મહિલા ના પરિવાર જનો દ્વારા ડોક્ટરની બેદરકારી તેમજ નસાની હાલતમાં ડીલવરી કરવામાં આવેલ હોય બને ના મોત થયેલ હોય તેવા આક્ષેપ સાથે પોલીસને જાણ કરતા પી.આઈ. સહીતનો પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ જ્યાં પરિવારના આક્ષેપ મુજબ પોલીસ દ્વારા તપાસ કરતા ફરજ પરના ડોક્ટર પરેશ લખાણી દ્વારા કેફી પીણું પીધું હોય પોલીસ દ્વારા હાલ તેની અટકાયત કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.મહિલા અને નવ જાત શિશુનું ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરવામાં આવેલ.

બોટાદના સરકારી હોસ્પિટલના ડોક્ટર પરેશ જેરામભાઈ લખાણી દ્વારા નસાની હાલતમાં હોય અને સગર્ભા મહિલા અને નવજાત શિશુનું મોત થયાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો  બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનાના અલમપર ગામે સાસરીયે રહેતી કામીનીબેન જસવંતભાઈ ચાચીયા ઉવ આશરે ૨૫ જેને  ગઈકાલે મોડી રાત્રે ડીલવરી માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે આવેલ તે દરમ્યાન ફરજ પરના ડોક્ટર પરેશ લખાણી દ્વારા વેક્યુમથી બાળકની ડીલવરી કરાવવામાં આવી હતી. ત્યાર બાદ થોડી જ વારમાં બાળક અને માતાનું બનેનું મોત થયેલ જે મામલે પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરની બેદરકારી અને નસાની હાલતમાં અપાયેલ સારવાર બાદ માતા અને નવજાત શિશુનું મોત થયેલ તેવી હકીકત પરિવારના સભ્યો દ્વારા પોલીસ ને જાન કરતા બોટાદ પોલીસ સ્ટેસન પી.આઈ. એન.કે.વ્યાસ સહીત  પોલીસ કાફલો સરકારી સોનાવાલા  હોસ્પિટલ  ખાતે દોડી આવેલ જ્યાં પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલ  આક્ષેપ મુજબ તપાસ કરતા ડોક્ટર કેફી પદાર્થ પીધેલ હોય હાલ તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા જતા હાલ પોલીસ દ્વારા ફરજ પરના ડોક્ટર પરેશ લખાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleજિલ્લાના ૪.૭૦ લાખ બાળકોની આરોગ્ય તપાસ કરાશે – વિભાવરીબેન
Next articleચોરી કરેલ મહીન્દ્રા પીકઅપ વાન સાથે પરપ્રાંતિય ઝડપાયો