ચોરી કરેલ મહીન્દ્રા પીકઅપ વાન સાથે પરપ્રાંતિય ઝડપાયો

1002

બે દિવસ પુર્વે રૂા. પ લાખની કિંમતના મહિન્દ્રા પીકઅપ વાનની થયેલી ચોરીની ફરિયાદના આધારે દાઠા પોલીસે આજે પીકઅપ વાન સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. રપના રાત્રીના ૮ વાગ્યાથી તા. ર૬ના સવારે ૮ વાગ્યા સુધીમાં સફેદ કલરનું મહિન્દ્રા પીકઅપ વાન કિ.રૂા. પ લાખની કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયાની મહુવા તાલુકાના નીચા કોટડા ટાંકલી વીસ્તારના કોળી – ધુધાભાઈ રવજીભાઈ ભાલે દાઠા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ. દરમ્યાન દાઠા પો.સ્ટે.ના પીએસઆઈ એન.એ.ગોહિલ, સ્ટાફના ગોવિંદભાઈ મકવાણા, કુલદિપસિંહને તપાસ દરમ્યાન હક્કિત મળતા આજે સવારે ૧૦ કલાકે છોટી રૂપારેલી જિ. અજમેર વાળો મસ્તાન ઉર્ફે બબલુ અકબર કરાત (ઉ.વ.૧૮)ને પીકઅપ વાન સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ પુછપરછમાં આરોપી અગાઉ પણ વાહન ચોરી કરેલ હોવાનું જણાવેલ  અને વાહનમાંથી પેટ્રોલ ખાલી થતા મુકી દેતો હોવાનું જણાવેલ.

Previous articleપ્રસુતા, નવજાત બાળકીના બોટાદ હોસ્પિ.માં મોતથી પરિવારનો હોબાળો
Next articleદર્દી બનીને ગયેલા શખ્સોએ ચોકીદારની હત્યા કરી હતી : ઈ.ચા. SP