ગાંધીનગર જીઈબી કોલોનીમાં ભોજન બાદ ૧૫ને ઝાડા-ઉલ્ટી

717

ગાંધીનગરમાં પેથાપુર ગામ પાસે આવેલી જીઈબી કોલોનીમાં ૧૫ જેટલા લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી.

મળેલી માહિતી મુજબ જીઈબીના કોઈ ડેપ્યુટી એન્જિનિયરનો વિદાય સમારંભ હતો જેમાં કોલોનીના કેટલાક લોકો સેક્ટર-૧૬માં એક હોટેલમાં જમવા માટે ગયા હતા. જે બાદ ૧૫ જેટલા લોકોને ઝાડાઉલ્ટી થઈ જતા દોડધામ મચી હતી. જોકે, થર્મલપાવર સ્ટેશનના ડૉક્ટર્સ દ્વારા તાત્કાલિક બાધાને સારવાર આપી દેવાઈ હતી. ત્યારે બહાર જમીને આવેલા ૧૫ લોકોને થયેલા ઝાડા-ઉલ્ટીના કેસોમાં આખી કોલોનીને પાણી ઉકાળીને પીવાની સલાહ અપાતા કોલોનીમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

થર્મલ પાવર સ્ટેશનના ડિસ્પેન્સરી વિભાગ દ્વારા હાથે લખેલી એક નોટ ચિપકાવી છે જેમાં લખાયું છે કે, જીઈબી કોલોનીમાં રહેતા દરેક વ્યક્તિઓને જણાવાનું કે કોલોનીમાં ઝાડા-ઉલ્ટીનું પ્રમાણ હોવાથી દરેક વ્યક્તિને પાણી ગરમ કરીને પિવાની સલાહ આપવામાં આવે છે.

આવી સલાહને પગલે કોલોનીમાં ચર્ચા છે કે ક્યાંક પીવાના પાણીમાં તો કોઈ ખામી સર્જાઈ નથીને. કારણ કે ગાંધીનગરમાં ભલે નર્મદાનું પાણી આવતું હોય પરંતુ જીઈબીમાં બોરવેલનું પાણી આપવામાં આવે છે. થર્મલ પાવર સ્ટેશનના ડિસ્પેન્સરી વિભાગ દ્વારા નોટ ચિપકાવીને સલાહ અપાઈ છે.

Previous articleહિંમતનગરના ગામડી નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
Next articleરાજયની આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કચરા-પોતુ કરાવાય છે