બાલકૃષ્ણ સાહિત્ય સભા દ્વારા કવિ રમેશ પારેખનો જન્મદિન ઉજવાયો

1397

તા. ૨૭ એટલે ગુજરાતી કવિતાના શિખર પુરુષ એવા રમેશ પારેખનો જન્મ દિવસ હોવાથી અહીંની સાહિત્ય સંસ્થા દ્વારા નું સુંદર આયોજન કરાયું હતું

બાલ કૃષ્ણ સાહિત્ય સભા  ચિતલ દ્વારા, સરસ્વતી વિદ્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બગસરા  મેઘાણી સાહિત્ય વર્તુળના સાહિત્યકારો ઉપસ્થિત રહયા હતા. કવિ શિવજી રૂખડા, સ્નેહી પરમાર યોગેશ શુક્લ, વિપુલ પંડ્યા સહજ , કનુભાઈ લીંબાસિયા, પંકજ ચૌહાણ તથા હસુભાઈ મહેતા એ કાવ્યાજલી અર્પણ કરી હતી. ગાયક વિનુભાઈ ભરખાડાએ રમેશ પારેખની ગઝલનું ગાયન વાદન સાથે પઠન કરેલ. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર કૌશિકભાઈ દવે, સુખદેવસિંહ સરવૈયા, સંજય ભાઈ લિબાસિયા,અશોકભાઈ નિર્મલ,વી.ડી. લિબસિયા, રમેશભાઈ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસચાલન તેમજ સંયોજન  ઈતેષ મહેતાએ કરેલ. આભારવિધિ ખજાનચી બીપીનભાઈ દવે એ કરેલ.

Previous articleઆસોદર, મતિરાળા પ્રા.આ. કેન્દ્રમાં શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ
Next articleરાજુલાના છતડીયા ગામે રહેતો યુવાન તુલસીશ્યામ કુંડમાં ડુબ્યો