દિકરાના મૃત્યુના આઘાતમા ‘માં’એ પણ છોડ્યા પ્રાણ

1521

આજે ઢસા ગામે ચારણ સમાજમાં એક સાથે બે બે નનામીઓ નીકળતા ગામ હિબકે ચડ્યું હતુ. મૂળ ઢસા ગામના ખ્યાતનામ કવિરાજ દિલજીતભાઈ બાટી(ગઢવી)ઉ.વ ૫૩  જે પોતે ચારણી સાહિત્યમાં ખૂબ જ પકડ ધરાવતા હતાં. લોકસાહિત્ય માં પણ તેમની ખૂબ જ બોલબાલા હતી અનેક કાર્યક્રમો તેમને આપેલા છે સાથે જ સંગીત અકાદમી દ્વારા તેમને સન્માનિત કરવામાં આવેલ. આજે આ કવિરાજ ગઢવીની જિંદગીનો સૂરજ અચાનક જ આથમી ગયો હતો. આજે સવારે અચાનક જ હૃદયરોગનો હુમલો આવી જતા ૧૦૮ સેવા મારફતે સિહોર લાવતા દવાખાના ના હાજર તબીબે તેમને મૃત જાહેર કરેલ. જેને લઈને ચારણ સમાજમાં શોક નું મોજું ફરી વળેલ. દિકરાની આ દુનિયામાંથી થયેલ વસમી વિદાયમાં જીરવી ના શકી. દિકરાને અંતિમ વિદાય આપી અને દિકરાની ચિતાની રાખ હજુ ઠરી પણ ના હતી ત્યાં માતા  કનુંબહેન બાટી ઉ.વ.૬૫ એ પણ દિકરાની પાછળ જ અનંત ની રાહ પકડી  લીધી હતી. દિકરાનો વિરહ ના જીરવી શકી ચારણ આઈ આ દુઃખદ ઘટના થી ઢસા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleધંધુકામા શાળા આરોગ્ય કાર્યક્રમ દ્વારા બાળકોની તપાસ શરૂ કરાઈ
Next articleબોટાદ પોલીસ દ્વારા બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું