વિશ્વની સૌથી પાવરફુલ મહિલાઓની યાદીમાં ઇન્ટરિયર ડિઝાઇનર ગૌરી ખાન

882

શાહરૂખ ખાન બોલિવૂડમાં એક અલગ ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેની ઇન્ટરિયર ડિઝાઇનર પત્ની ગૌરી ખાન પણ પોતાના ક્ષેત્રમાં મોટું નામ કમાઈ ચૂકી છે. તે પોતાના બિઝનેસ આગળ વધારવા માટે દિવસ રાત મહેનત કરે છે. હાલમાં જ તેને ફોર્ચ્યૂન ઇન્ડિયા મેગેઝીનની ૫૦ મોસ્ટ પાવરફુલ મહિલા, બિઝનેસમેનની યાદીમાં સ્થાન મળ્યું છે. તમામ મહિલાઓને સન્માનીત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌરી ખાનની સફળતા પર તેના પતિ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કર્યા છે. ગૌરી ખાન એક સુપરસ્ટારની પત્ની હોવાની સાથે સાથે જાણીતી ઇન્ટીરિયર ડિઝાઈનર પણ છે. તેની ફર્મ ગૌરી ખાન ડિઝાઈન તમામ સેલિબ્રિટીઝના ઘર અને રેસ્ટોરન્ટન્સનું ઇન્ટીરિયર ડિઝાઈન કરી ચૂકી છે. તેની સાથે જ તેની ફર્મ લોકલ ડિઝાઈનર્સ અને અનેક જાણીતી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્‌સ સાથે ટાઈઅપ કરી ચૂકી છે. તેની મહેનતને જોતા જ મેગેઝીને તેને ૫૦ મોસ્ટ પાવરફુલ મહિલા, બિઝનેસમેનની યાદીમાં સામેલ કરી છે. એવોર્ડ ફંકશન્સમાં સન્માનિત થયા બાદ ગૌરી ખાને પોતાની મહેનત અને સફળતાની કહાની ત્યાં હાજર લોકો સાથે શેર કરી. ગૌરી કહે છે કે, કેવી રીતે તેણે નાના પાયે કામ શરૂ કર્યું હતું અને આજે તે ઇન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં ઘણી આગળ નીકળી ગઈ છે.

Previous articleમીસ વર્લ્ડ માનુષીની પ્રથમ ફિલ્મને લઇને ઉત્સુકતા છે
Next articleકેટરિના  કૈફમાં જરાય દંભ કે દેખાડાવૃત્તિ નથી : અનુષ્કા શર્મા